હૈદરાબાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat assembly election 2022) લઈને નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ છે, તેને લઈને કેજરીવાલે પણ ભાજપ પર પ્રહારો કરવામાં કસર થોડી નથી. આ તકે તેમણે ટ્વિટ કરીને નિવેદન આપ્યું હતું કે, "ગુજરાતમાં ‘આપ’ ઝડપથી વધી રહી છે. ભાજપ ભયભીત છે. શું એ વાત સાચી છે કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને CM ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું (gujarat Cm Face Amit shah) છે ? શું ભાજપ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી નારાજ છે?"
આ પણ વાંચો : Arvind Kejriwal Gujarat Visit : કેજરીવાલ આવશે ગુજરાતના પ્રવાસે, જાણો શું હશે તેમનો એજંડા
-
“आप” गुजरात में तेज़ी से बढ़ रही है। भाजपा बुरी तरह बौखलाई हुई है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
क्या ये सच है कि आगामी विधान सभा चुनाव में भाजपा गुजरात में अमित शाह जी को CM चेहरा घोषित करने जा रही है? भूपेन्द्रभाई पटेल के काम से क्या भाजपा भी नाराज़ है?
">“आप” गुजरात में तेज़ी से बढ़ रही है। भाजपा बुरी तरह बौखलाई हुई है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 4, 2022
क्या ये सच है कि आगामी विधान सभा चुनाव में भाजपा गुजरात में अमित शाह जी को CM चेहरा घोषित करने जा रही है? भूपेन्द्रभाई पटेल के काम से क्या भाजपा भी नाराज़ है?“आप” गुजरात में तेज़ी से बढ़ रही है। भाजपा बुरी तरह बौखलाई हुई है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 4, 2022
क्या ये सच है कि आगामी विधान सभा चुनाव में भाजपा गुजरात में अमित शाह जी को CM चेहरा घोषित करने जा रही है? भूपेन्द्रभाई पटेल के काम से क्या भाजपा भी नाराज़ है?
કેજરીવાલ લેશે જામનગરની મુલાકાત : ઉલ્લેખનીય છે કે, જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ તમામ નેતાઓના ગુજરાતમાં ડેરા જોવા મળી રહ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી 6 અને 7 ઓગસ્ટના ફરી એક વખત ગુજરાતવની મુલાકાતે આવી રહ્યા (Arvind Kejriwal Gujarat Visit) છે. તેઓ 6 ઓગસ્ટે જામનગરમાં વેપારીઓને ટાઉન હોલમાં ખાસ સંબોધન કરશે. 7 ઓગસ્ટના રોજ તેઓ છોટા ઉદેપુરમાં પણ એક જનસભાને સંબોધશે. આ દરમિયાન તેઓ જનસભામાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર : આ અગાઉ તેઓ 1 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના સોમનાથની (Arvind Kejriwal Somnath Visit) મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાત કરીને તેમણે રાજ્યની ભાજપ સરકાર પર (Aam Admi Party Gujarat) શાબ્દિક વાર કર્યા હતા. ખાસ કરીને શિક્ષણ, વીજળી અને બેરોજગારીને લઈને તેમણે રાજ્ય સરકારને (Gujarat BJP Government) સણસણતા વાર કર્યા હતા. સોમનાથ પાસે આવેલા વેરાવળમાં (Arvind Kejriwal In Veraval) આયોજિત જાહેર સભામાં કેજરીવાલે ગુજરાત સરકાર પર આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી અને વીજળી જેવી પાયાની સુવિધાના અભાવ બદલ ગુજરાત સરકારને ટાર્ગેટ કરી હતી. માળખાકીય સુવિધાઓ નહીં આપવા બદલ જણાવ્યું હતું કે, રાજ્યની સરકાર ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ તેમજ શિક્ષિત વર્ગ સાથે ખૂબ અન્યાય કરી રહી છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી કહ્યું "હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી," "લોકશાહી અને સૌહાર્દની રક્ષા માટે લડીશ"
કેજરીવાલની વીજળી મફત આપવાની જાહેરાત - અરવિંદ કેજરીવાલ 21 જુલાઈના તેમના પ્રવાસ દરમિયાન તેમણે, 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. કેજરાવાલે સુરતમાં કહ્યું હતું કે, જીતના 3 મહિનાની અંદર વીજળી મફત આપશું અને 24 કલાક વીજળી મળશે અને એ પણ મફત મળશે. જેમ દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. જે વિશ્વમાં પ્રથમ વાર છે. મફત વીજળી આપવું એ મેજિક છે ઉપરવાળા એ આ વિદ્યા માત્ર મને આપી છે. 31 ડિસેમ્બર સુધી ના તમામ ડોમેસ્ટિક બિલ માફ 70 થી 80 ટકા બિલ બોગસ હોય છે. વીજળી મુદ્દે ત્રણ ગેરંટી આપી છે. 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી,31 ડિસેમ્બર સુધી પેન્ડિંગ બિલ માફ કરવામાં આવશે. ખેડૂતો માટે જે વીજ મુદ્દો છે તેના માટે ફરી અમે આવીશું.