અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ ગુજરાતમાં લોકાર્પણ અને દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન આજે ગુજરાતની મુલાકાતે (Amit Shah visit to Gujarat) આવી રહ્યા છે. અમિત શાહની આ મુલાકાતમાં આવતીકાલે (રવિવાર) અમિત શાહના હસ્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને બનાસકાંઠાના નડાબેટ ખાતે વિવિધ વિકાસ કાર્યો અને પ્રકલ્પોનો (Dedication by Amit Shah) લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાનનE કાર્યક્રમ - અમિત શાહના હસ્તે ગુજરાત પ્રવાસન વિભાગના ઉપક્રમે નડાબેટ ખાતે સવારે 08.30 કલાકે ભારત - પાક.સીમા દર્શન પ્રારંભ, સૈનિકો સાથે સંવાદ કરશે. બપોરે 02.00 કલાકે GIDC ગાંધીનગર (Amit Shah's visit to Gandhinagar) ખાતે ગુજકોમાસોલ નિર્મિત "શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભુવન"નું લોકાર્પણ અને બાદમાં નાબાર્ડ અને GAC બેંકના ઉપક્રમે બાવળા તાલુકાના રજોડા ખાતે સાંજે 04.30 કલાકે " મોડેલ કો - ઓપરેટીવ વિલેજ"નો આરંભ કરવામાં આવશે.
આ પણ વાંચો : Nadabet Border Tourist Spot: ગૃહપ્રધાન અમિત શાહ નડાબેટ બોર્ડર ટુરિઝમનો 10 એપ્રિલે પ્રારંભ કરાવશે
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો કાર્યક્રમ - આ ઉપરાંત અમિત શાહનો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં (Amit Shah Forensic Science University) કાર્યક્રમ યોજાશે. જ્યાં બપોરે 01.00 કલાકે રાષ્ટ્રીય સહકારિતા ડેરી સંઘ દ્વારા સ્વર્ણિમ જયંતિ ઉજવણી અને ઇ-માર્કેટ એવોર્ડ કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચો : Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા
ગુજરાતના પ્રધાનો રહેશે ઉપસ્થિત - આ વિભિન્ન કાર્યક્રમોમાં નડાબેટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના અન્ય પ્રધાનો, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેશે. તેમજ કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા અને બી.એલ.વર્મા, GIDC ગાંધીનગર- રજોડા ખાતે રાજ્ય સરકારના પ્રધાનો અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો, જુદી જુદી ડેરીઓ અને સહકારી બેંકના (Amit Shah Program in Gujarat) ચેરમેન ઉપસ્થિત રહેશે.