અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election ) અગાઉ ગુજરાત સરકાર લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય પછી આચારસંહિતા લાગુ પડી જશે. આથી કોઈ સરકારી જાહેરાત કરી શકાશે નહી અને ઉદઘાટન પણ નહીં કરી શકાય. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં આવનજાવન જોવા મળી રહી છે. આ શ્રેણીમાં વધુ એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના મત વિસ્તારમાં ( Amit Shah constituency ) વિકાસના કામોના લોકાર્પણ કરશે અને સંમેલનમાં હાજરી ( Amit Shah Gujarat Visit schedule ) આપશે.
વિરોચનનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આવતી કાલે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી જશે. ગુજરાતમાં 26 અને 27 સપ્ટેમ્બરના રોજ વિવિધ લોકપર્ણ કાર્યક્રમ આપશે હાજરી ( Amit Shah Gujarat Visit schedule ) આપશે. 26 સપ્ટેમ્બરે સાણંદ પાસે આવેલ વિરોચનનગરમાં ( Virochannagar PHC in Sanand Inauguration ) રૂપિયા 73.33 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પર સાયન્સ સિટી (ભાડજ) જંકશન પરના ફલાયઓવર બ્રિજ (Bhadaj Fly Over bridge )અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય મિલન કેન્દ્રનું સવારે 9 વાગ્યે લોકાર્પણ કરશે. બપોરે 1 વાગે બાવળામાં APMCના સંમેલનમાં હાજરી આપશે.
27 સપ્ટેમ્બરે વતન માણસા સપરિવાર જશે અમિત શાહ 26 સપ્ટેમ્બરે ( Amit Shah Gujarat Visit schedule ) ખારીકટ ફતેવાડી કેનાલના પીયત વિસ્તારને સરદાર સરોવર યોજનામા સમાવેશ થતાં આભાર કાર્યક્રમ અને વર્ષો જૂનો ખેડૂતોનો પ્રશ્ન નિરાકણ થતાં યોજાનાર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. 27 સપ્ટેમ્બરે ગાંધીનગરના કલોલમાં કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલ ( Kalol ESIS Hospital ) નું ખાત મુહર્ત કરશે. 27 સપ્ટેમ્બરે પોતાના વતન માણસા જશે. જ્યાં તેઓ નવરાત્રિ દરમિયાન માણસામાં તેમના કુળદેવી માતાજીની આરતીમાં સહપરિવાર હાજરી આપશે.