- કોર્પોરેશનની ચૂંટણી પહેલાંની છેલ્લી સ્ટેન્ડિંગની બેઠક મળી
- 14 ડિસેમ્બરથી કમિશ્નર વહીવટદાર તરીકે કામ કરશે
- ફેબ્રુઆરીમાં કોર્પોરેશનની ચૂંટણી આવવાની શક્યતા
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શુક્રવારે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટે ઈટીવી ભારત સાથે ખુલ્લા મને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અઢી વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અવનવા પગલાં લેવા માટે પણ તંત્ર હંમેશા તત્પર રહ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં વધુ સારી રીતે કાર્ય થાય અને વધુ વિકાસના કામો થાય તે અંગે તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
કોરોનાકાળમાં અમદાવાદીઓનો સહકાર મળ્યો
કોરોનાકાળ દરમિયાન અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ વસણેલી હતી, ત્યારે અમદાવાદના સંપ અને સહકાર સાથે તમામ કાર્ય પૂર્ણ કરવામાં સફળતા મળી છે, તો બીજી તરફ અમદાવાદમાં કોરોના કેસને કાબૂમાં લેવા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વેક્સિન અંગેની પણ કામગીરી પૂર્ણતાના આરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી દિવસોમાં વેક્સિનેશન પૂર્ણ સંકેતો આપવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વે શરૂ કરી દેવાયો છે અને યાદી પણ બનાવવામાં આવી છે કે, કઇ રીતે વેક્સિન આપવામાં આવશે અને આગળની કામગીરી કઈ રીતની રહેશે. આ માટેની માર્ગદર્શિકા પણ સત્તાધીશો દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.