અમદાવાદઃ AMCએ સિવિલ અને ક્રિમિનલ લો ભંગ કરનારી શહેરની 16 ખાનગી હોસ્પિટલને નોટીસ ફટકારી છે. એપિડેમિક ડિસીઝ્ડ ઍક્ટ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ 2005 હેઠળ કોવિડ-19 માટે કરાયેલા આદેશનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારી હતી. આ હોસ્પિટલોનાં 50 ટકા બેડ કોવિડ-19 માટે AMCને આપવાના હતા. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 50 ટકા બેડ ન સોપાતાં AMC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મેડિકલ એસોસિએશનની અપીલ હોવા છતાં આ હોસ્પિટલો સહકાર ન આપતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. તેમજ હજુ પણ જો આ તમામ હોસ્પિટલ દ્વારા કોઈ નક્કર પગલા નહીં લેવાય તો હોસ્પિટલ સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવશે. મહત્વનું છે કે, 16 મેના રોજ આ મામલે નિર્ણય લેવાયો હતો અને તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા હતાં. આ માટે તંત્રએ શહેરની કુલ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી હતી. જેમાં 50 ટકા બૅડ સરકારી અને ખાનગી એમ કોરોનાના દર્દીઓ માટે રાખવાના હતાં. જેમાં સરકારી બૅડનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે.
આ હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી છે.
ર્સ્ટલિંગ હોસ્પિટલ
લાઇફ કેર હોસ્પિટલ
સરદાર હોસ્પિટલ
બોડીલાઇન હોસ્પિટલ
બોપલ આઇસીયુ એન્ડ ટિટાનિયમ સેન્ટરશ્રેય હોસ્પિટલ
સરસ્વતિ હોસ્પિટલ
સાલ હોસ્પિટલ
રાજસ્થાન હોસ્પિટલ
એસજીવીપી હોસ્પિટલ
સંજીવની હોસ્પિટલ
ગ્લોબલ હોસ્પિટલ
કર્ણાવતિ હોસ્પિટલ
સિંધુ હોસ્પિટલ