ETV Bharat / city

AMC સેવા એપ્લિકેશન 27 જૂન બાદ અપડેટ જ નથી, અધિકારીઓ પર તંત્રનો આંધળો ભરોસો

અમદાવાદમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કોરોનાને નાથવા વિવિધ પગલાં ભરાતા હવે ધીમે ધીમે કેસ કાબૂમાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ ઝડપભેર ઘટી રહ્યા છે. જેમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ પ્રતિદિન 200ની અંદર આવી ગયા છે.

AMC સેવા એપ્લિકેશન 27 જૂન બાદ અપડેટ જ નથી

author img

By

Published : Jul 9, 2020, 8:51 PM IST

અમદાવાદઃ કોવિડના દર્દીઓ માટે કેવા અને કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઈન માહિતી માટે એક ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જ AMC સેવા એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જેમાં કઈ હૉસ્પિટલમાં આઈસીયુ બેડ, વેન્ટિલેટર બેડ અથવા અન્ય બેડ ઉપલબ્ધ છે તેની બધી જ જાણકારી મળી રહે છે. જો કે, આ માહિતી અન્ય વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ સાથે AMC સેવા એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે. તેમ છતાં એપ્લિકેશન 27 જૂન પછી અપડેટ કરવામાં આવી નથી.

ahmedabad corporation
AMC સેવા એપ્લિકેશન

કોરોના દર્દીઓને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવાની ઘટનાઓ પણ બનતી રહે છે. કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી ન હોવાને કારણે દર્દીઓએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકવું પડે છે અને આ સમસ્યાના નિરાકરણ માટે જ મહાનગરપાલિકાએ લાઈવ ડેશબોર્ડની સાથે એપ્લિકેશન પણ તૈયાર કરી હતી. પરંતુ આ એપ્લિકેશન અપડેટ ન થતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં આ AMC સેવા એપ્લિકેશન અપડેટ થઈ નથી.

ahmedabad corporation
AMC સેવા એપ્લિકેશન

જો કે, એમપીનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક આ ડેશબોર્ડ અને એપ્લિકેશનને અપડેટ કરી રહ્યું છે તેવું જાણવા મળ્યું હતું. જેમાં અમદાવાદની 54 જેટલી ખાનગી હોસ્પિટલના AMC કોટાના બે હજારથી પણ વધારે અને પ્રાઇવેટ 800 બેડની માહિતી તેની પરથી મળી રહે છે. હજુ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય હૉસ્પિટલ્સ સાથે MOU સાઇન કરી 500 બેડનો ઉમેરો કરે તેવી પણ શક્યતાઓ છે તેવા દાવા કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે એપ્લિકેશન જ અપડેટ નથી તો આજે દવા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયેલા જોવા મળે છે.

AMC સેવા એપ્લિકેશન 27 જૂન બાદ અપડેટ જ નથી

આ અંગે જ્યારે ETV ભારતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ અંગે અધિકારીઓને કોઈ પણ પ્રકારની જાણકારી ન હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.