અમદાવાદ શહેરમાં સૌથી પરિવહન સેવા એટલે BRTS. પરંતુ આ પરિવહન સેવા આશીર્વાદની જગ્યાએ શહેરમાં અનેક જગ્યા પર શ્રાપ રૂપ બની છે.જેના કારણે અનેક રાહદારી લોકો BRTS બસની (AMC BRTS Accidents ) ઝપેટમાં આવતા પોતાનો જીવ ગુમાવ્યો છે.જેના કારણે BRTS વિભાગ (AMC Accident Prevention) દ્વારા ઝીબ્રા ક્રોસિંગ બોર્ડ (Zebra crossing board ) મુકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક વર્ષમાં 38 અકસ્માત થાય છે - અમદાવાદ શહેરમાં દોડતી BRTS દ્વારા છેલ્લા એક વર્ષમાં લગભગ 38 જેટલા અકસ્માત થાય છે. આ અકસ્માત નિવારવા માટે તંત્ર દ્વારા અકસ્માત થાય તેવી જગ્યાનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 23 જેટલી જગ્યા શોધવામાં આવી છે, કે જ્યાં અકસ્માત (AMC BRTS Accidents ) વધારે જોવા મળી આવે છે. આ લોકેશન પર તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. જેમાં BRTS ટ્રેકમાં ઝીબ્રા ક્રોસિંગ દોરવામાં આવશે.જેથી ડ્રાઇવરને ખ્યાલ આવે કે આગળ ઝીબ્રા ક્રોસિંગ (Zebra crossing board )છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ
173 જગ્યામાંથી 23 જેટલી જગ્યા નક્કી કરી - અમદાવાદ શહેરમાં BRTSનો કુલ રૂટ 97 કીમીનો છે. જેમાં કુલ 156 જેટલા BRTS બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. જેમાં 173 જગ્યા તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 23 જેટલી (AMC BRTS Accidents ) હાલમાં જગ્યા નક્કી કરવામાં આવી છે.અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત થતો એરિયા જોઇએ તો રાયપુર દરવાજા, ઇસ્કોન જંકશન ખાતે સૌથી વધુ અકસ્માત (Ahmedabad most accident prone area) જોવામાં આવ્યા છે. આ અકસ્માતમાં બસચાલકનો વાંક, રાહદારી દ્વારા ઉતાવળમાં રોડ ક્રોસ જેવા કારણો સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ BRTS બસમાં અચાનક ધુમાડો નીકળ્યો, ડ્રાઇવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી
ઇસ્કોન અને રાયપુર દરવાજા સૌથી વધુ અકસ્માત - મોટાભાગની જગ્યાની વાત (AMC BRTS Accidents ) કરવામાં આવે તો ઇસ્કોન ક્રોસ રોડ પર અને રાયપુર દરવાજા 5 - 5 અકસ્માત થયા છે. જ્યારે CTM ચાર રસ્તા 4, જનતાનગર 4, પટેલ મિલ 4, એક્સપ્રેસ હાઇવે 3, ઘોડાસર 3, કર્ણમુક્તેશ્વર મહાદેવ 3, કાશીરામ ટેકસ્ટાઈલ્સ 3, ખોડિયારનગર 3, મ્યુનિસિપલ ઓફિસ 3, શિવશક્તિનગર 3, સોમા ટેક્સ ટાઇલ 3, ઠક્કરનગર એપ્રોચ 3, અખબારનગર 2, અરવિંદ મિલ 2, છીપા સોસાયટી 2, દાણીલીમડા 2, ઇસનપુર 2, ગીતા મંદિર 2, કાલુપુર 2 અને લોકમાન્ય તિલક બાગ ખાતે 2 વખત અકસ્માત (Ahmedabad most accident prone area) સર્જાયાં છે.