ભરુચઃ કોરોનાકાળમાં કોઇને કહીએ કે 100 મીટર દોડો તો પણ બેઘડી વિચાર કરવો પડે તેવા સ્વાસ્થ્ય સાથે લોકો જીવી રહ્યાં છે. ત્યારે અમદાવાદનો આકાશ ગોવિદ ગુપ્તા નામનો યુવાન અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ સુધીનું લગભગ પાંચસો કિલોમીટરનું અંતર દોડીને (Ultra Runner Akash at Bharuch )પસાર કરી રહ્યો છે. અમદાવાદમાં તેના નિવાસસ્થાનેથી તેણે પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2022થી વહેલી સવારમાં દોડ (Sports 2022 ) શરુ કરી હતી. ત્યારે આકાશને પ્રોત્સાહન આપવા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આકાશ ભરુચ બાયપાસ હાઈવે ઝાડેશ્વર ચોકડી પાસેથી ગુરુવારે રાત્રે પસાર થઇ રહ્યો હતો ત્યારે આ અલ્ટ્રા રનર તરીકે જાણીતા યુવાન સાથે વાતચીત કરવાનો મોકો ઝડપી લીધો હતો.
એકલો જ દોડી રહ્યો છે આકાશ
આકાશ અમદાવાદથી મુંબઇ સુધીનું અંતર કાપવા એકલપંડે જ દોડી (Ultra Runner Akash at Bharuch )રહ્યો છે. જોકે તેની સાથે સપોર્ટ ટીમ તરીકે એક ફિઝિયોથેરાપિસ્ટ મૂકવામાં આવ્યાં છે. જેઓ આકાશનું હેલ્થ ચેકઅપ અને તેના વાઈટલ ચેક કરતાં રહે છે. આ ભગીરથ કાર્યમાં સહભાગી થયેલ એવા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિધિબેને પણ પોતાનું યોગદાન આપ્યું છે. અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાના ડાયટ અને કસરત માટે શું કરવું અને આકાશ ગુપ્તાને દોડવામાં કોઈ તકલીફ પડે તો તેની ટ્રીટમેન્ટ આપવા માટે તેઓ અમદાવાદથી મુંબઈ સુધી આકાશ ગુપ્તા સાથે રહીને તેમનો રેકોર્ડ બનાવવામાં સહભાગી બની રહ્યાં છે.
અલ્ટ્રા રનરની લાંબી દોડ દરમિયાનનો સંદેશ
અમદાવાદના અલ્ટ્રા રનર આકાશ ગુપ્તા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કોરોના મહામારીમાં સમયમાં લોકો પોતાનું શરીર ફિટ (Running Exercise) રાખવાનો સંદેશ મેળવે તેવા હેતુથી રન (Ultra Runner Akash at Bharuch )કરી રહ્યો છે. અમદાવાદથી શરૂ કરીને મુંબઈ ખાતે દોડ પૂર્ણ કરશે અને આ પ્રવાસ દરમિયાન દરેક લોકોને કોરોના મહામારીમાં પોતાના શરીરને ફિટ રાખવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના આકાશ ગોવિંદ ગુપ્તાએ થાણેમાં યોજાયેલી દોડમાં ગુજરાતનું નામ રોશન કર્યું
આ પહેલાં પણ ઊંધા પગલે દોડવાનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે આકાશ
આકાશના નામે અનેક ઇનામ અકરામ નોંધાયેલા છે. અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ મુંબઈના શ્રી અબ્દુલ કલામ આઝાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ મુંબ્રા- થાણેમાં આવેલ નેહરુ સ્ટેડિયમ ખાતે રિવર્સ રનિંગ કર્યું હતું અને એ રીતે દોડવાનો (Ultra Runner Akash at Bharuch ) 55 કલાકનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આકાશેે 8 ફેબ્રુઆરી, 2020 થી સાંજે 6.00 કલાકે શરૂ કરીને 9 ફેબ્રુઆરી, 2019ના રોજ સાંજે 6.00 કલાકે પૂર્ણ કરીને 24 કલાકના સમયમાં 55 કિલોમીટર ઊંધા પગલાની દોડ સહિત 310 કિલોમીટર દોડવાની મેરેથોન પૂર્ણ કરનાર દેશનો પ્રથમ મેરેથોનર બન્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આકાશની સિદ્ધિમાં તેની અથાગ મહેનત
આકાશે 15 વર્ષની વયથી એથ્લેટિકમાં રસ લેવાનું શરુ કર્યું અને સ્પોર્ટ્સના વિષયમાં દસમા ધોરણ પછી ડિપ્લોમા કરવાનું શરુ કર્યું. તેની નોંધપાત્ર સિદ્ધિઓની શરુઆત 2019થી થઈ હતી. આકાશે અમદાવાદમાં 2019માં બી સફલ મેરેથોનમાં ભાગ (Ultra Runner Akash at Bharuch )લીધો હતો. જેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નવેમ્બર 2019માં અદાણી મેરેથોનમાં પાર્ટિસિપેશન કર્યું હતું. જ્યારે વડોદરામાં યોજાયેલા રીલાયન્સ યૂથ સ્પોર્ટ્સમાં 5000 મીટર દોડમાં પ્રથમ આવ્યો હતો. તે ઉપરાંત સુગર ફ્રી સાયક્લોથોનમાં પણ ભાગ લીધો હતો. ઘણી રનિંગ ઇવેન્ટમાં ભાગ લઇ ચૂક્યો છે. દોડની સાથે રીવર્સ દોડ-ઊંધી દોડ તેની અલગ જ ખાસિયત છે. 2020ના વર્ષમાં પણ આકાશે પોતાનું તેજ પ્રકાશી દીધું છે.
55 કિલોમીટરની ઊંધી દોડ લગાવી હતી
મહારાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓ માટે એક ખાસ ઇવેન્ટ ‘દોડતી કા નામ જિંદગી’ 8-9 ફેબ્રુઆરીએ થાણેમાં યોજાઇ હતી. આ રનિંગ ઈવેન્ટમાં કુલ 30 રનર્સે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ગુજરાતમાંથી એકમાત્ર રનર્સ તો તે હતો જ, સાથે કુલ સ્પર્ધકોમાં સૌથી નાની વયનો, 20 વર્ષનો તે એકમાત્ર રનર હતો. આ દોડમાં તે 310 કિલોમીટર દોડ્યો અને તેમાં પણ કુલ 55 કિલોમીટર રીવર્સમાં દોડ્યો-ઊંધી દોડ લગાવી હતી. ગુજરાતના ઊભરી રહેલા આશાસ્પદ ખેલાડીઓમાં આકાશનું નામ મૂકાઈ રહ્યું છે, આકાશે જણાવ્યાં પ્રમાણે આકાશનું ગીનીસ વર્લ્ડ રેકોર્ડઝ ઓફ બૂક તરફથી નોમિનેશન પણ 15 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આકાશ રનર તરીકે ખેલાડી છે, પણ તેણે જીમનો દરવાજો પણ જોયો નથી, તે જાતે જ જાહેર સ્થળોએ જ દોડવાનો (Runner Akash Govind Gupta in Ahmedabad) અભ્યાસ કરે છે. આકાશ ડાયટનું ધ્યાન રાખે છે અને બહારનું જમવાનું તેમ જ ફાસ્ટફૂડ સદંતર ટાળે છે. શાકાહારી પરિવારનો આકાશ ઘરનું રોજિંદું ભોજન લેવા સાથે સવારમાં એક ગ્લાસ દૂધ અને પાંચ કેળા નિયમિતપણે પોતાના ડાયટમાં શામેલ રાખે છે.
આ પણ વાંચોઃ ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડૂતપુત્રએ નેપાળ ખાતે દોડ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ