અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. AAP કોંગ્રેસને પડકારે તે પહેલા કોંગ્રેસે AAPને પડકાર ફેંકી દીધો છે. કેજરીવાલની ગુજરાત મુલાકાતના દિવસે Congress દ્વારા AAPને મોટો ઝડકો આપ્યો છે AAP અને BTP વચ્ચેનું ગઠબંધન થોડા જ સમયમાં તૂટી ગયું છે. આ મોટા રાજકીય ભુકંપને કારણે તેની અસર બે મહત્વની બેઠકો ભરૂચ અને નર્મદા પર પડશે. આ બાદ, છોટુ વસાવાએ કોંગ્રેસના કેન્દ્રીય નેતા સાથે બેઠક કરીની પણ જાણકારી સામે આવી છે. જણવવામાં આવી રહ્યું છે કે, છોટુ વસાવા અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા પવન ખેરા વચ્ચે થઇ બંધ બારણે બેઠક થઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓની જાણ બાર જ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જો આવું શક્ય બને તો કોંગ્રેસ અને BTP ગઠબંધન સાથે ચૂંટણી લડી શકે છે. Alliance between BTP and AAP breaks
ગુજરાતના નેતાઓની જાણ વગર ઓપરેશન : કોંગ્રેસમાં છોટુ વસાવા (Chhotubhai Vasava Party BTP) અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા (Congress leader Pawan Khera) વચ્ચે મહત્વની બેઠક થઈ હતી. થોડા દિવસ પહેલા પવન ખેડા જગડીયા આવ્યા હતા અને છોટુ વસાવાને મળ્યા હતા. જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓની જાણ વગર આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 2017ની ચૂંટણીની જેમ જ ફરી BTP અને કોંગ્રેસ આ વર્ષે પણ સાથે લડી શકે છે. Congress BTP Alliance
આપના ટોપીવાળા લોકો દેખાતા નથી : આ ગઠબંધન તૂટવા પાછળના કારણોમાં આપના નેતાઓની મનમાની બહાર આવી છે. આ વિશે છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'આપના ટોપીવાળા લોકો દેખાતા નથી.' જો AAP નેતાઓએ BTPની વાત ન સાંભળી એટલા માટે ગઠબંધન તોડવામાં આવ્યું છે. આથી જ, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. Chhotubhai Vasava Party BTP
1 મેના રોજ AAP અને BTP વચ્ચે ગઠબંધન : ઉલ્લેખનીય છે કે, 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભરૂચના ચંદેરિયા ખાતેના વ્હાઇટ હાઉસ ખાતે BTP કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પણ થઈ હતી. જેમાં છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, "રાજકારણમાં નવો ઉછાળો આવ્યો છે. આ અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તે ચાલી શક્યું ન હતું, ગરીબોનું કલ્યાણ એ અમારું લક્ષ્ય છે." એટલું જ નહીં, કેજરીવાલે આ સંમેલનમાં કહ્યું હતું કે, 'ગુજરાતમાં આ અમારી પહેલી જાહેર સભા છે. ભાજપ-કોંગ્રેસ પક્ષ અમીરોની સાથે છે, અમે ગરીબોની સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ છે. હું ગુજરાતની સાડા છ કરોડ જનતાની સાથે છું. હું ગંદી રાજનીતિ જાણતો નથી, મને માત્ર કામ કરવું ગમે છે.