- ABVPએ કુલપતિના ઘરનો ઘેરાવ કર્યો
- ABVPના વિરોધ બાદ કુલપતિએ કમિટી રદ કરવાનો નિર્ણય કર્યો
- હરેશ વાઢેલ અગાઉ સિન્ડિકેટ સભ્ય હતા તેને કમિટી માંથી હટાવવા માગ
અમદાવાદ: ધોરણ 12 બાદ હવે કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા માટે એડમિશન કમિટી બનાવવામાં આવી હતી. એડમિશન કમિટીના સભ્ય દ્વારા કમિટીમાં રહીને ગેરિરિતી કરાતી હોવાનો આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઇને ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિના ઘરનો કર્યો હતો.
પ્રવેશ પ્રક્રિયાને લઈને એડમિશન કમિટી બનાવવામાં આવી
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. પ્રવેશ પ્રક્રિયાને લઈને એડમિશન કમિટી બનાવવામાં આવી હતી. એડમિશન કમિટીમાં હરેશ વાઢેલ પણ છે, પરંતુ હરેશ વાઢેલ કોઈ હોદેદાર ના હોવાથી તેમને કમિટીમાં રાખવામાં આવતા ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ABVPએ કુલપતિના ઘરનો ઘેરાવ કરીને વિરોધ કર્યો હતો. જે બાદ કુલપતિએ કમિટી રદ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)માં LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ (Hall Ticket)માં નામ અને ફોટો અલગ-અલગ વિદ્યાર્થીના
900 વિદ્યાર્થીઓના એડમિશનમાં ગેરરીતિ થઈ
આ અંગે ABVPનું કહેવું છે કે હરેશ વાઢેલ અગાઉ સિન્ડિકેટ સભ્ય હતા ત્યારે 900 વિદ્યાર્થીઓના એડમિશનમાં ગેરરીતિ થઈ હતી. હાલમાં તે કોઈ હોદો ના ધરાવતા હોવા છતાં તેમને કમિટીમાં સભ્ય બનાવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિએ કમિટી રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને એડમિશનમાં મુશ્કેલી થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે