અમદાવાદ : અમદાવાદમાં આવેલી કોર્પોરેશનની એલ.જી.હોસ્પિટલ ફરિ એક વાર (LG Hospital Controversy) વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં બાળક બદલાઈ જવાની ઘટનાથી વિવાદમાં સામે આવ્યો છે. બાળક બદલાઈ જવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં (LG Hospital Controversy Child) આવ્યો હતો. બાળક અવસાન પામ્યા બાદ આ પરિવારે બાળકનો સ્વીકાર ઇનકાર કર્યો હતો.
અધુરા મહિને બાળકનો જન્મ - એલ.જી.હોસ્પિટલમાં 28 મે ના રોજ અધુરા મહિને જન્મેલા બાળકને કાચની પેટી રાખવામાં આવ્યું હતું. તે સમયે બાળક અવસાન પામતા પરિવારજનો બાળક બદલાઈ જવાનો આરોપ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવાર જનો આક્ષેપ હતો કે, બાળકના શરીર પર લાખુ ન હતું. જ્યારે બાળકાના શરીરના ભાગ પર લાખુ જોવા મળી આવ્યું હતું. જ્યારે તેમના બાળકના માથે વધારે પ્રમાણમાં વાળ ન હતા. પરંતુ, આ બાળકના માથે વધારે પ્રમાણમાં વાળ હોવાના કારણે બાળક બદલાઈ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા. જેના કારણે પરિવારજનોએ DNA ટેસ્ટની માંગણી કરી હતી.
આ પણ વાંચો : જયપુરમાં માસૂમ બાળક પર કૂતરાઓએ કર્યો હુમલો, ઘટના થઈ CCTV કેમેરામાં કેદ
બાળકનો રંગ બદલાયો - એલ.જી હોસ્પિટલની સુપ્રિટેન્ડે જણાવ્યું હતું કે, આ બાળકનો જન્મ 22મી મે ના રોજ તેમના નિવાસ સ્થાને જ થયો હતો. પરંતુ, તે બાળકની તબિયત બગડતાં તેને એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જેમાં તેને વેન્ટિલેટર રાખવામાં આવ્યું હતું. બાળક ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર હોવાથી તેના રંગમાં ફેરફાર અને શરીર લાખું નહિ પણ પ્રેશરના કારણે કાળા ડાઘ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : આ બાળક છે કે રોબોટ? માત્ર 8 વર્ષની ઉંમરે આટલા બધા રેકોર્ડ..!
મેયર આપ્યા તપાસના આદેશ - અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે આ (Ahmedabad LG Hospital Controversy) વાતની જાણ થતાં હકિકતની ચકાસણી કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના મેયરે કહ્યું કે, જો ખરેખરમાં બાળક બદલાઈ ગયું હશે તો જવાબદાર અધિકારી (Hospital Baby Changing Controversy) સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.