અમદાવાદઃ અમદાવાદમાં યૂથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા બેન્ક ઓફ બરોડા (Allegation of fraud on BOB )અને બજાજ ફાઈનાન્સ દ્વારા 40થી વધુ ગ્રાહકો સાથે 2,40,000 રુપિયાની છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
લૉન પુરી થયાના NOC મળ્યા બાદ પણ પૈસા કપાય છે -સફફાન રાધનપૂરી
જમાલપુર ખાડિયા વિધાનસભા યૂથ કૉંગ્રેસ પ્રમુખ સફફાન રાધનપૂરીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બેન્ક ઓફ બરોડાની લાલદરવાજા, જમાલપુર, શાહપુરની વિવિધ બ્રાન્ચના ખાતાધારકોના ખાતામાંથી બજાજ ફાઇનાન્સમાં લૉન પુરી થયાના NOC આવ્યા બાદ પણ 295 રૂપિયા જેટલી રકમ દર મહિને કપાઈ રહી છે. જેમાં કુલ 40 ખાતાધારકોમાંથી 2,40,000 જેટલી રકમ કપાઈ ચુકી છે. અમે લોકો બેન્ક ઓફ બરોડા અને બજાજ ફાઈનાન્સ બંનેના અધિકારીઓને મળ્યાં હોવા છતાં સંતોષકારક જવાબ ન મળતાં આજે અમે RBI અરજી કરી રહ્યાં છીએ.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સરકારી ગ્રાન્ટ આપવાના બહાને છેતરપિંડી
પૈસા કપાઈ ગયા હોવા છતાં મેસેજ નથી મળતો - ગ્રાહક
ગ્રાહક નૂરજહાં મયૂદ્દીન મન્સૂરી જણાવ્યું હતું કે લકી પાસે આવેલી ભદ્ર શાખામાંથી ફ્રોડ થયું છે. મારા ખાતામાંથી 23 વખત 295 રૂપિયા કપાઈ ગયા છે. મને પૈસા કપાઈ ગયા હોવા છતાં કોઈ મેસેજ મળ્યો નથી. બેંક દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.કોઈ એન્ટ્રી પણ બતાવવામાં આવી નથી. 21 તારીખે પૈસા કપાય તો કોણે કાપ્યા છે તેની એન્ટ્રી દેખાતી નથી. જેના કારણે અમે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છીએ. જેના કારણે આજે અમે RBIમાં અરજી આપી રહ્યાં છીએ કે જેથી સમસ્યાનું નિરાકરણ આવે.
આ પણ વાંચોઃ એપ દ્વારા લોન આપવાના નામે છેતરપિંડી અને ખંડણીના શિકાર થતા લોકો માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો