ધંધુકાઃ રાજ્ય સરકારની એક ડિજિટલ ગુજરાતને સાકાર કરતી યોજના એ ગ્રામ યોજના 2006થી અમલમાં મૂકવામાં આવેલી છે. ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ સેન્ટરમાં VCE તરીકે છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવે છે તેમને માત્ર કમિશન ઉપર જ કામ કરવું પડે છે. આથી તેમની પડતર માગણીઓને લઈને તાલુકા કક્ષાએ ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતના વીસીઈઓની મુખ્ય માગણીઓઃ
- વીસીઈ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવાની માગ
- ઈ-ગ્રામની પોલિસીમાં ફેરફાર કરી વીસીઈને જોબ સિક્યુરિટી આપવી
- ગ્રામપંચાયત કક્ષાએ વીસીઈને સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આપવા, વર્ગ-3માં સમાવવા અંગે માગ.
આમ, ઉપરોક્ત માગણીઓ સંદર્ભે ગ્રામ પંચાયતના વીસીઈઓ કામગીરીથી અડગા રહેવા પામ્યા છે. આજે તેઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો છે. તેઓની તેવી પણ માગ છે કે, ગત વર્ષે કરેલી કામગીરી અંગેનું મહેનતાણું આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. તે તાકીદે ચૂકવવા આ અંગે માગ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યના કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ પંકજ પરમારના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના તમામ વીસીઈ કર્મચારીઓ 1 ઓક્ટોબર 2020થી તેમને સોંપવામાં આવેલી કામગીરીથી અળગા રહેશે. આજથી અમારા વીસીઈ કર્મચારીઓ કૃષિ સહાય યોજના, કેન્દ્ર સરકારની યોજનાઓને લગતી કામગીરી, મહેસૂલ, બાળ વિકાસ કલ્યાણ યોજના, etvtને લગતી કામગીરી, નાગરિક અને અન્ન પૂરવઠા વિભાગ સહિતની કામગીરી નહીં કરે જેથી ઉપરોક્ત તમામ કામગીરીઓ ઠપ્પ થઈ જશે. અમારા વીસીઈઓની માગણી નહીં સંતોષાય. અમારા પ્રશ્નો આ અંગે રાજ્ય સરકાર હકારાત્મક વલણ નહીં દાખવે ત્યાં સુધી અને હડતાલ ચાલુ રાખીશું.