અમદાવાદઃ દિલ્હીમાં તહરિક એ તાલિબાને આતંકી હુમલો કરવાની (Threat of terrorist attack in Delhi) ધમકી આપી છે. ત્યારે હવે કેન્દ્રિય એજન્સીઓએ ગુજરાત રાજ્યમાં પણ આતંકી હુમલા અંગે એલર્ટ (Alert for Terrorist Attack in Gujarat) આપ્યું છે. એટલે હવે ગુજરાતમાં પોલીસ, IB અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તો સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા અનેક સ્થળો પર પોલીસ સક્રિય થઈ છે.
આ પણ વાંચો- Attack in Jammu and Kashmir: ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત, 21 ઘાયલ
દિલ્હીમાં હાઈ સિક્યોરિટી એલર્ટ જાહેર - આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં અત્યારે હાઈ સિક્યોરિટી એલર્ટ (High security alert in Delhi) જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં હુમલાના ઈનપુટ મળતા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં સરોજિનીનગર મિની માર્કેટ પણ આજે બંધ રહી શકે છે. દિલ્હીમાં આતંકી હુમલાની ધમકી મળતા અન્ય રાજ્યોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.