અમદાવાદ: સામાન્ય ચલણ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે લોકો સંપૂર્ણ ભારતમાં સોના ચાંદીના ઘરેણા, લગડીઓ તેમજ નવા વાહનોની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે સર્જાયેલા લોકડાઉનનું ગ્રહણ અક્ષય તૃતીયા ઉપર લાગ્યું છે. કારણ કે, સંપૂર્ણ ભારતમાં લોકડાઉન હોવાથી, ગુજરાત અને અમદાવાદમાં પણ જવેલર્સની દુકાનો તથા વાહનોના શો-રૂમ બંધ છે. જેના કારણે આ ચીજવસ્તુઓનું વેચાણ કરતા નુકસાન જઈ રહ્યું છે, સાથે જ અર્થતંત્રને પણ નુકશાન થઇ રહ્યું છે. અંદાજ પ્રમાણે અક્ષય તૃતીયા પર ગુજરાતમાં જ 600 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે. તો અમદાવાદ 200 કરોડના સોના-ચાંદીની ખરીદી થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી પર કોરોના વાઇરસનું ગ્રહણ
આજે અક્ષય તૃતીયા છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આજે કરવામાં આવતા કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. તેમજ કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનો ક્ષય થતો નથી.