● પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે
● ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ
● સ્વામિનારાયણ ભગવાનને ગરમીમાં ઠંડક કરવા ચંદનના વાઘા
અમદાવાદઃ અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભગવાનના શણગાર તૈયાર કરવામાં 04 કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો - હરિભક્તો કપાળમાં તિલક કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદના કુમકુમ મંદિરમાં ગુજરાતના 61માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ
વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજનું મહત્વ
વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે અક્ષત્ કહેતાં ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. મહાભારતનું પણ યુદ્ધ પણ આ જ દિવસે પૂર્ણ થયું હતું. જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે. તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે. આ દિવસ વણજોયા મૂહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મૂહુર્તે કરવામાં આવે છે. આ દિવસે વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્નો થાય છે. આ દિવસે સોનાચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
આ પણ વાંચોઃ કુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા