અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જેથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આવા સમયે ETV BHARATએ અમદાવાદીઓની દિનચર્યા જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, અમદાવાદના લોકો પરિવાર સાથે પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરે છે. ત્યારબાદ, સાથે મળીને સમાચાર નીહાળે છે.
આ ઉપરાંત ગુજરાતના સપનાનું શહેર અમદાવાદમાં લોકો લોકડાઉનાન કારણે પરિવાર સાથે ભોજનની કરી શકે છે અને ભોજન બાદ પરિવારના સભ્યો એક-બીજા સાથે વાર્તાલાપ કરે છે. આ સાથે જ અમદાવાદના યુવક-યુવતીઓ ઘરમાં જ પરિવાર સાથે ડાન્સ પાર્ટી જેવી તમામ પ્રવૃતિઓનો આનંદ માણે છે.
આ યુવતીઓએ લોકોને પણ અપીલ કરી છે કે, આમ તો લોકોને પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળતો નથી, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં સમય નિકાળી શકાય છે. જેથી લોકએ બહાર નીકળવાનં ટાળવું જોઈએ અને સરકારને સાથ આપવો જોઈએ.