અમદાવાદઃ બોડકદેવ વિસ્તારમાં આવેલું ‘વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર’ (વન્યજીવ સંભાળ કેન્દ્ર) સ્ટેટ ઓફ ધ આર્ટ (અત્યાધુનિક) બચાવ અને સારવાર સુવિધાઓથી સજ્જ છે. વર્ષ દરમિયાન અહીં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી આવતા રેસ્ક્યૂ કોલને આધારે વન્ય જીવોને હાનિમાંથી ઉગારવાનું કામ કરવામાં આવે છે. વન્ય જીવોને આપદામાંથી ઉગાર્યા બાદ તેમની તબીબી સારવાર, પરિક્ષણ અને પુનર્વસન માટે પણ અહીં પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. માર્ચમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનથી સપ્ટેમ્બરના અનલૉક સુધીમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા 800 વન્ય પ્રાણી અને પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 800 વન્યપ્રાણી-પક્ષીને બચાવ્યા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં કુલ 7 રેસ્ક્યૂઅર્સ તહેનાત છે. અહીં, વાઈલ્ડ લાઇફ હેલ્પ લાઈન 7600009845-46 સવારે 8થી રાત્રિના 12 કલાક સુધી કાર્યરત રહે છે. હેલ્પ લાઈન પર રેસ્ક્યૂ કોલ મળતાં જ જરૂરી ઈક્વિપમેન્ટ સાથે રેસ્ક્યૂઅર નીકળી પડે છે.
અમદાવાદના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 800 વન્યપ્રાણી-પક્ષીને બચાવ્યા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં વન વિભાગની બે રેસ્કયૂ વાન સાથે ટ્રાંક્વિલાઈઝર ગન સહિતના સાધનો ઉપલબ્ધ રહે છે. આ ઉપરાંત ઓપીડી અને ઓપરેશન થિએટર ઉપલબ્ધ છે, જ્યાં વન્ય જીવોની તબીબી સારવાર-શસ્ત્રક્રિયા કરી શકાય છે. અહીં સરિસૃપ (રેપ્ટાઈલ), હેવી એનિમલ્સ અને પક્ષીઓની સારવાર શક્ય છે. વન્ય જીવોના કેરટેકર તરીકે એક વેટનરી ડૉક્ટર (પશુચિકિત્સક) અને બે સહાયક કાર્યરત રહે છે. વન્ય જીવોની સારવાર બાદ તેને આવશ્યક દવાઓ ખોરાક પણ અહીં નિયમિત આપવામાં આવે છે. વન્ય જીવ પુનર્વસન માટે તૈયાર છે કે નહીં? તેની પણ ચકાસણી કરવામાં આવે છે. આ માટે તેઓના તબીબી પરિક્ષણ અને અન્ય ટેસ્ટ કરવામાં આવે છે. પક્ષી ફરીથી ઊડવા સક્ષમ છે કે નહીં તે માટે બંધ ડોમમાં તેની ટેસ્ટ ફ્લાઈટ કરાવાય છે. પક્ષી જો ત્રાંસી ફ્લાઈટ (ઉડાન) ભરે તો તેને વધુ સારવાર માટે રાખવામાં આવે છે.
અમદાવાદના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 800 વન્યપ્રાણી-પક્ષીને બચાવ્યા લૉકડાઉન દરમિયાન રામોલમાં પાણીની ટાંકી પર ત્રણ બાળ વાનરો ફસાયા હતા. હેલ્પ લાઈન નંબર પર રેસ્ક્યૂ કોલ આવતાં સૌરભ તેની ટીમ સાથે નીકળી પડ્યો. ફાયર બ્રિગેડની મદદથી વાનરને રેસ્ક્યૂ કરાયા. 150 ફૂટની ઊંચાઈ પર થયેલા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન બાદ જાંબાઝ રેસ્ક્યૂઅર્સને ખૂબ અભિનંદન મળ્યા હતા.
અમદાવાદના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 800 વન્યપ્રાણી-પક્ષીને બચાવ્યા રેસ્ક્યૂના આવા જ એક કિસ્સામાં રાકેશ ભરવાડે લોકોની વાહવાહી મેળવી હતી. લૉકડાઉન દરમિયાન જ સાણંદમાં ખેડૂતના ધ્યાને એક ઘાયલ પાયથન સાપ આવ્યો. વનવિભાગને જાણ થતાં વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતેથી રેસ્ક્યૂ ટીમ દોડી ગઈ હતી. આંખ અને મોઢાના ભાગે ઈજા પામેલા અને વિફરેલા સાપને રાકેશે સમયસર રેસ્ક્યૂ કર્યો હતો. હાલ પાયથન સારવારને અંતે ફરીથી તેના નિવસનતંત્રમાં પાછો ફરવા તૈયાર છે. સાણંદ વિરમગામ વિસ્તારમાં પાયથન સાપ જોવા મળે છે. વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરના અધિકારી અંકિત ગઢવીના કહ્યા મુજબ, લૉકડાઉન દરમિયાન 800 વન્યપ્રાણી-પક્ષી રેસ્ક્યૂ કરાયા છે, જેમાં વાંદરા, નીલગાય, જંગલી બિલાડી, કાળીયાર, શાહુડી, આંધળી ચાકડ, અજગર, સાપ, કોબ્રા, ધામણ, સુરજ કાચબા, મોર, સમડી, ઘુવડ અને ચમાચીડિયા મુખ્યત્વે છે. આમ, લૉકડાઉન દરમિયાન માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 35 પ્રકારના વન્ય પશુ-પક્ષીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા આ વર્ષે માર્ચમાં 140, એપ્રિલમાં 38, મે મહિનામાં 70, જૂનમાં 144, જુલાઈમાં 140, ઓગસ્ટમાં 100 અને સપ્ટેમ્બરમાં 166 વન્ય જીવોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.બીટ ગાર્ડ સુરેશ ગોલતરના જણાવ્યા મુજબ, મેટિંગ સિઝનમાં વાનરોના રેસ્ક્યૂ કોલની સંખ્યા વધતી હોય છે. ઘણી વાર આલ્ફા મેલ વાનરના લોકો સાથેના સંઘર્ષના બનાવ બને છે તો ક્યારેક મન્કી બાઈટના બનાવ બને છે. કૂતરાંના કરડવાથી વાનરના ઘાયલ થવાના કિસ્સા પણ બનતા રહે છે. મોર અને કાળિયાર ઘાયલ થવાના કિસ્સામાં પણ ‘ડોગ-બાઈટ’ ઇજાનું મુખ્ય કારણ છે.
વન વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અભિયાનો કરી લોકોને વન્ય જીવોનું રક્ષણ કરવા સમજાવવામાં આવે છે. કેન્દ્ર ખાતે રેસ્ક્યૂ કરાયેલા વન્ય જીવોને સારવાર આપી સ્વસ્થ થતા રાજ્યના અન્ય જંગલ-અભ્યારણ્યમાં છોડવામાં આવે છે.