ETV Bharat / city

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 470 કરોડના ખર્ચે તૈયાર થયેલી યુ.એન મહેતા હૉસ્પિટલનું કર્યું ઇ-લોકાર્પણ

author img

By

Published : Oct 24, 2020, 7:28 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલ સંકુલમાં નવનિર્મિત બાળ હદયરોગની અત્યાધુનિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ મહાપ્રોજેક્ટ હોસ્પિટલમાં નવજાત બાળકોને પણ હૃદયરોગ સંબંધિત લેટેસ્ટ સારવાર મળી શકશે. આ હોસ્પિટલને દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવશે.

અમદાવાદમાં પીએમ મોદીએ કર્યું 470 કરોડના ખર્ચે તૈયાર બનેલી યુ.એન મહેતા હોસ્પિટલનું ઇ લોકાર્પણ

  • 470 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલનું વડાપ્રધાન મોદીએ કર્યું ઈ-લોકાર્પણ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત આરોગ્યવિભાગના અધિકારીઓ રહ્યાં હાજર
  • દેશની સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ તરીકે ઓળખાશે
  • વડાપ્રધાનનું સ્વપ્ન થયું પૂર્ણ

અમદાવાદઃ સિવિલ સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં બાળકો માટે રૂપિયા 470 કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલા 850 બેડ ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ છે. વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું કે બાળકો માટે હ્રદય હોસ્પિટલ બને. કારણ કે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે. નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષમાં લઇને તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યું હતું. જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતાં ખરા અર્થમાં સાકાર થયું છે.

470 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ, નીતિન પટેલ હાજર રહ્યાં
  • કોણ-કોણ રહ્યું ઉપસ્થિત
    હૉસ્પિટલના ઈ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ, આરોગ્યના વિવિધ અધિકારીઓ, મુખ્ય સચિવ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
  • ભારતની સૌપ્રથમ બાળ હ્રદય રોગ હોસ્પિટલ
    યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બનેલી બાળ હ્યદયરોગની હોસ્પિટલ સમગ્ર ભારતભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે. જેમાં દર્દીઓને હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સરળતાથી મળી રહેશે. ટેલીકાર્ડિયોલોજી પ્રોગ્રામને કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર મળી રહેશે. આ હોસ્પિટલની બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM) ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. ઊર્જા સંરક્ષણમાં ગ્રીહા (GRIHA) દ્વારા થ્રી સ્ટાર રેટીંગ મળેલા છે. આ હોસ્પિટલમાં પાણી અને અન્ય સ્ત્રોતના વપરાશ માટે STP AND WTP પ્લાન્ટથી સુસજ્જ કરવામાં આવી છે. હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થીયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ/મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 355 એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ.,114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, 505 એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, 67 સ્પેશીયલ રૂમ અને 34 આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટથી સજ્જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.