- અમદાવાદમાં વધુ 2 નકલી પોલીસ ઝડપાયાં
- માસ્ક વિનાના લોકો પાસેથી પૈસા લેતાં હતાં
- લોકોએ બંનેને પકડીને પોલીસને સોપ્યાં
- કેવી રીતે નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો?
અમદાવાદઃ શહેરના રિલીફ રોડ પર સ્થિત ફેશન વર્લ્ડ ટેલરમાં બે ઈસમો પોલીસનો વેશ ધારણ કરીને પોલીસના નામે માસ્કનો દંડ ઉઘરાવતાં હતાં. તે ઉપરાંત તેઓ કોઈ ફંડની માગ સાથે એવું પણ કહી રહ્યાં હતાં કે જો ફંડ નહીં આપો તો દુકાનમાં માસ્ક નહીં પહેરેલ હોય તે બધાના 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આમ જણાવી તેમણે દુકાનદાર પાસેથી 1700 રૂપિયા મેળવીને ઠગાઈ આચરી હતી. આ પ્રકારે ૩ દિવસથી કરતા જે લોકોના ધ્યાનમાં હતું.
- શંકા જતાં લોકોએ બંનેને પોલીસને સોપ્યાં
બંને ઈસમો આ રીતે દંડ ઉઘરાવતા શંકા જતાં લોકોએ તેમને અસલી પોલીસને સોપ્યાં હતાં. કારંજ પોલીસે બંને ઇસમોને ઝડપીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ નકલી પોલીસ બનીને બધા પાસેથી આ રીતે પૈસા ઉઘરાવતા હતાં. જે બાદ પોલીસે બંને વિરુધ ગુનો નોધીને ધરપકડ કરી હતી. બંને જણાએ અગાઉ પણ આ રીતે કપલ પાસેથી પૈસા પડાવ્યાં હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે બંને ઇસમોએ અગાઉ પણ અસલાલી પાસે કપલ જઈ રહ્યું હતું. તેમને પોલીસની ઓળખ આપી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા હતાં.હાલ કારંજ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી પૈસા ઉઘરાવતા 2 નકલી પોલીસ ઝડપાયાં - નકલી પોલિસ
શહેરમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સામાં વધરો જોવા મળ્યો છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલનાર 2 ઇસમોને લોકોએ પકડીને પોલીસને સોપ્યાં હતાં. જે બાદ પોલીસ ગુનો નોધીને બંને ઇસમની ધરપકડ કરી છે.
અમદાવાદ: માસ્ક ન પહેરનાર પાસેથી પૈસા ઉઘરાવતા 2 નકલી પોલીસ ઝડપાયાં