- 6 મહાનગરોની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
- ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહી છે અંતિમ તાલીમ
- બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટની માહિતી આપવા મોક પોલ સેન્ટર બનાવવામાં આવ્યું
- મતદાનના દિવસે કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો શું કરવું ? તે અંગે આપવામાં આવશે ટ્રેનિંગ
- વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ જોડાયા ટ્રેનીંગમાં
- ટ્રેનિંગમાં હાજર ન રહેનાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી
અમદાવાદઃ ચૂંટણીમાં બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની તમામ માહિતી આપવા માટે મોક પોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી છે. ત્યારે અલગ અલગ વોર્ડમાં મોક પોલ સેન્ટર બનાવીને અંતિમ ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે મતદાનના દિવસે કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો શું કરવું ? તે અંગે પણ તાલીમ અને માહિતી આપવામાં આવી છે.
વિવિધ સરકારી વિભાગના જે જે કર્મચારીઓને જવાબદારી સોંપાઈ હતી તે ઉપસ્થિત રહ્યાં
આ તાલીમમાં વિવિધ સરકારી વિભાગના જે પણ લોકોને ચૂંટણી પ્રક્રિયા માટેની જવાબદારી સોંપી છે તે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી પહેલાં દરવર્ષે તાલીમ આપવામાં આવતી હોય છે. તાલીમ લેવી પણ ફરજિયાત હોય છે, પરંતુ તાલીમમાં ઉપસ્થિત રહેતા નથી તેવા કર્મચારીઓને નોટિસ આપવામાં આવે છે. 38 કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ન હતાં તેમને નોટિસ આપવામાં આવી છે.
તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છેઃ કલેક્ટર સંદીપ સાગલ
ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે તાલીમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી પંચના આદેશ અને SOP પ્રમાણે કરવાનું હોય છે. તાલીમ આપવામાં આવે છે જેના કારણે મતદાનના દિવસે કોઈ ક્ષતિ ન રહે તેમજ ઉમેદવાર ફાઇનલ થઈ ગયા છે તેમના બેલેટ પર ઉમેદવારના નામ લગાવવાની કામગીરી ચાલી રહી છે. તમામ EVM તૈયાર કરી દેવાશે. જો કે તાલીમમાં હાજર રહ્યા નથી તે કર્મચારીઓની સામે કાર્યવાહી કરાશે.