અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) બાદ હવે શહેર પોલીસ પણ સોશિયલ મીડિયામાં સક્રિય થઈ રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા (Police Look Social Media) થકી નાનાથી લઇ યુવાનો અને મોટી ઉમરના લોકો પણ સક્રિય રહેતા હોય છે. તેમાં પણ પોલીસના નેગેટિવ વિડિયો તેમજ (Police Active on Social Media) વાતો વધુ વાયરલ થતાં હોય છે.
આ પણ વાંચો : વાહનચાલકોએ હવે બપોરે ટ્રાફિક સિગ્નલ પર નહીં રહેવું પડે ઊભા, ટ્રાફિક પોલીસે શું રાહત આપી, જૂઓ
પોલીસની હકારાત્મક કામગીરી - સોશિયલ મીડિયાથી અમુક સમયે પોલીસની છબી, યુવાનો, નેતાઓ, મહિલાઓની છબી પણ ખરડાતી હોય છે, ત્યારે પોલીસે આવી નેગેટિવિટી ફેલાઈ નહિ તેને લઈને દરેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા સૂચના આપી છે. પોલીસના ઓફિસિયલ ગ્રુપ એટલે કે, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકમાં (Ahmedabad Police Group) બનાવવામાં આવેલા ગ્રુપમાં પોલીસની સક્રિય અને હકારાત્મક કામગીરીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે. મહત્વનું છે કે સૌ પ્રથમ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણે સક્રિય અને હકારાત્મક કામગીરી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી.
આ પણ વાંચો : હાશ...! અમદાવાદવાસીઓ કાળજા બફાવતી ગરમીમાં હવે રાહતનો શ્વાસ લઈ શકશે...
લોકોને હવે જરુરૂ માહિતી પહોંચ છે - તે જ રીતે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લોકોને જરૂરી માહિતીઓ પહોંચે તેમજ પોલીસની કામગીરી અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડીયાનો (Ahmedabad Police Social Media) ઉપયોગ ખૂબ જ કરી રહ્યા છે. જેમાં ક્યારેક કેટલાક ક્રાઈમના બનાવ સુધી પણ વાત પહોંચી જતી હોય છે. તો ક્યારેક લોકો કોઈ પોસ્ટને લઈને અભદ્ર ટિપ્પણીને લઈને પણ વિવાદ સર્જાતો હોય છે. જેને લઈને પોલીસની આ કામગીરી અગત્યનો ભાગ ભજવશે.