ETV Bharat / city

અમદાવાદ : પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોને સહાયનો ચેક અપાયો - ફાયરબ્રિગેડ

4 નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયંકર આગ લાગી હતી. જે બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હતભાગી નાગરિકોના વારસદારોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જે અન્વયે મૃતક દીઠ રૂપિયા 4 લાખ એમ કુલ 8 લાખની રકમ જિલ્લા કલેકટર દ્વારા સગીર વારસદારોને રૂબરૂ મળી રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

પીરાણા આગ દુર્ઘટના
પીરાણા આગ દુર્ઘટના
author img

By

Published : Nov 22, 2020, 4:21 AM IST

  • મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક પાલક માતા-પિતાને અપાયો
  • યોજના અન્વયે માસિક રૂપિયા 3 હજારની સહાયનો હુકમ
  • અમદવાદ જિલ્લા કલેક્ટરે બે બાળકોને ચેક એનાયત કર્યો

અમદાવાદ : ગત 4 નવેમ્બરના રોજ અમદાવાદના પીરાણા ખાતે આગ દુર્ઘટનામાં મથુર ચાવડા અને તેમના પત્ની અંજલિ ચાવડા મૃત્યુ પામ્યા હતા. આથી ચાવડા પરિવારનો 8 વર્ષનો દીકરો એલેક્સ અને 13 વર્ષની દીકરી પ્રેઝી અનાથ બન્યા હતા.

રૂપિયા 8 લાખનો ચેક આપવામાં આવ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હતભાગી નાગરિકોના વારસદારોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જે અન્વયે મૃતક દીઠ રૂપિયા 4 લાખ એમ કુલ 8 લાખની રકમ જિલ્લા કલેક્ટર દ્વારા સગીર વારસદારોને રૂબરૂ મળી રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ કરાશે રકમ

આ ઉપરાંત કલેકટર દ્વારા મણીનગર મામલતદારને ઉક્ત બન્ને વારસદારો સગીર હોવાથી આ સહાયની રકમ ફિક્સ ડિપોઝિટ કરવા તથા બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેમને આ રકમ મેળવી શકે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બન્ને બાળકોને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂપિયા 3 હજારની સહાય મંજૂરીના હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

માસિક સહાય બાળકોના શિક્ષણ પાછળ ખર્ચાશે

આ સમયે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું કે, પાલક માતા-પિતા યોજના થકી મળતી આર્થિક સહાય બન્ને બાળકોના શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થશે. તેમને બન્ને બાળકોની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્યની કામના કરી હતી.

4 નવેમ્બર - અમદાવાદ આગકાંડઃ ઘટનામાં 12 લોકોના મોત

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયંકર આગ લાગી હતી. જેની જાણ અમદાવાદ ફાયરને થતાની સાથે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. કુલ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 11નાં મોત થઈ ગયાં છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.