અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠન abvp દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ હોવાના કારણે સતત વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી ઓનલાઈન સિસ્ટમ કરવામાં આવતા abvp સંગઠન સતત વિરોધ નોંધાવ્યો આવ્યો છે.
abvp દ્વારા શરૂઆતમાં કુલપતિ હિમાંશુ પંડ્યાના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં abvp દ્વારા મગજના ઓપરેશનનું નાટ્ય રૂપાંતર કરી કોંગ્રેસ સાથેની સાંઠગાંઠ તથા રૂપિયાની લેતીદેતી જેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. મગજનું ઓપરેશન કર્યા બાદ સંગઠન એબીવીપી દ્વારા કુલપતિની સ્મશાનયાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.