- મંદિર પણ ડિજિટલ તરફ વળ્યાં
- કેમ્પ હનુમાન મંદિરમાં ડિજિટલ સેવા શરૂ થશે
- ડિજિટલ દર્શન અને ડિજિટલ દાનની સુવિધા શરૂ થશે
- કેમ્પ હનુમાનના ઈ દર્શન અને ઇ દાન થઈ શકશે
અમદાવાદઃ શહેરના શાહીબાગ ખાતે આવેલું કેમ્પ હનુમાનનું મંદિર વર્ષો જૂનું છે. ત્યારે આ મંદિરમાં દર અઠવાડિયે અંદાજે 45,000 જેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે. જેને લઇને મંદિર તરફથી હવે ઇ દર્શન અને ઇ પેમેન્ટ દ્વારા દાન કરી શકાય તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે.
- કેવી રીતે થશે ઈ દર્શન?
આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર વર્ષો જૂનું છે અને અનેક ભક્તિ દર્શન માટે વર્ષોથી આવે છે ત્યારે જે ભક્તો રૂબરૂ આવીને દર્શન ન કરી શકે તેની માટે મંદિર તરફથી હવે ઓનલાઈન દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં camphanumanji. in વેબસાઈટ પરથી ઓનલાઈન દર્શન થઇ શકશે.
- સ્વાઈપ મશીન અને PAYTM દ્વારા દાન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે
કેમ્પ હનુમાન મંદિરમાં અગાઉ RTGS દ્વારા દાન કરી શકાય તેવી વ્યવસ્થા તો હતી, પરંતુ હવે સ્વાઈપ મશીન પણ મુકવામાં આવશે. તથા PAYTM દ્વારા પણ પેયમેન્ટ કરીને દાન કરી શકાય તેવી વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આગામી 23 નવેમ્બરથી મંદિર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ધીરે ધીરે આ સુવિધા ભક્તો માટે શરૂ કરવામાં આવશે જેનાથી દર્શન અને દાન કરવામાં સરળતા રહેશે.