- ટીમ અમદાવાદે આરોગ્યકર્મીઓના પરિશ્રમને બિરદાવ્યો
- દર્દીઓને જણાવ્યું કે, સરકાર તમારીની સેવામાં છે
- સોલા સિવિલની કામગીરીને બિરદાવતી ટીમ અમદાવાદ
અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યા છે, ત્યારે હાલમાં અમદાવાદ શહેરની તમામ સરકારી હોસ્પિટલ્સ ફૂલ થઇ ગઇ છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલ્સમાં પણ હવે કોરોનાના દર્દીની સારવાર માટે જગ્યા ઓછી પડી રહી છે. ત્યારે ટીમ અમદાવાદે કોરોનાના દર્દીઓ અને ડૉક્ટર્સની સાથે પેરા મેડિક્લ સ્ટાફનો જૂસ્સો વધારવા માટે સોલા સિવિલ હોસ્પિટલની મૂલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ કામગીરીની સમીક્ષા કરી
જનસેવા કરતી ‘ટીમ અમદાવાદ’ કોવિડગ્રસ્ત દર્દીઓના વૉર્ડમાં જઈ ખબર-અંતર પૂછ્યા
હાલ કોરોનાની મહામારીમાં એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે, સ્વજનો પણ દર્દી પાસે જતા ડરે છે, ત્યારે જનસેવા કરતી ‘ટીમ અમદાવાદ’ કોવિડગ્રસ્ત દર્દીઓના વૉર્ડમાં જઈ તેમના ખબર-અંતર પૂછ્યા અને અન્ય જિલ્લા વહીવટી તંત્ર માટે પ્રેરણારુપ કામગીરી કરી હતી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર અને સચિવ હારિત શુક્લાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પીના સોનીએ સોલા સિવિલ હોસ્પિટલના કોવિડ વૉર્ડમાં જઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. દર્દીઓને હૈયાધારણ આપી કે, ચિંતા કરશો નહીં, સરકાર આપની સેવામાં રાત-દિવસ કાર્યરત છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલની કોંગ્રેસના ધારાસભ્યો સહિતના અન્ય આગેવાનોએ મુલાકાત લીધી
સોલા સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓની સેવાભાવનાને બિરદાવી હતી
‘ટીમ અમદાવાદ’એ કોવિડગ્રસ્ત દર્દીઓને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું અને તેમને અહેસાસ કરાવ્યો કે, આ સંકટના સમયમાં સરકાર આપની સાથે છે.‘ અધિકારીઓએ તેમને તમામ સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. 'સેવા પરમો ધર્મ’ ના ધ્યેયમંત્રને વરેલા કર્મયોગીઓએ વેન્ટીલેટર વોર્ડ, ICU વૉર્ડ, ઓક્સિજન વૉર્ડ અને બાયપેપ વૉર્ડની મૂલાકાત લીધી હતી. અધિકારીઓએ મૂલાકાત દરમિયાન દર્દીઓ પાસેથી સારવાર, ઓક્સિજનની ઉપલબ્ધતા, આહાર અને સ્વચ્છતા જેવા મુદ્દે પ્રતિભાવો મેળવ્યા હતા. ‘ટીમ અમદાવાદ’એ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મીઓ, સફાઈકર્મીઓને મળીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું.