- અમદાવાદમાં બીઆરટીએસ સ્ટોપની હાલત દયનીય
- પ્રવાસીઓ માટે નથી યોગ્ય વ્યવસ્થા
- બસને લગતી યાદી માટે નથી યોગ્ય બોર્ડ
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લગભગ સૌથી વધુ બીઆરટીએસ સ્ટોપ છે, ત્યારે શહેરના અનેક બીઆરટીએસ સ્ટેશનની હાલત દયનીય છે. જે સ્ટેશનોમાં લોકોને બેસવા માટેની પણ પૂરતી વ્યવસ્થા નથી. જેને લઇને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- તંત્ર દ્વારા નથી લેવાતા યોગ્ય પગલાં
જે રીતે તંત્ર દ્વારા મોટામોટા નિર્ણયો લેવામાં આવે છે, વધારે વધારે સ્માર્ટ સિટી બનાવવાની પણ મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં કંઈક અલગ જ વસ્તુઓ જોવા મળે છે. જેના કારણે અમદાવાદ ખરા અર્થમાં સ્માર્ટ સિટી નથી બની રહ્યું. જોઈએ હવે કે, તંત્ર દ્વારા બીઆરટીએસને લઈને ક્યારે પ્રોપર કામગીરી કરાશે તે જોવું રહ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બીઆરટીએસને લઈને તંત્ર દ્વારા જે પ્રકારથી વહેલી તકે કામગીરી કરે છે તે પણ એક મહત્વનો સવાલ છે. કારણ કે, બીઆરટીએસની બસોમાં સતત વધારો કરવામાં આવ્યો છે. પરંતુ 11થી 20ના સ્ટોપ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળ્યાં છે. તો તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ ત્યારે કામ કરે છે તે જાણવું મહત્વનું રહ્યું.
અમદાવાદઃ સ્માર્ટ BRTS સ્ટોપની વાતો ફક્ત ચોપડા પર...
અમદાવાદ શહેરને સ્માર્ટ બનાવવાની તંત્ર દ્વારા મોટી વાતો કરવામાં આવતી હોય છે. બીઆરટીએસ બસને અધ્યતન બનાવવાની વાતો પણ કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના અનેક બીઆરટીએસ સ્ટેશન તો એવા પણ છે જેની હાલત બેહાલ જોવા મળી રહી છે.
અમદાવાદઃ સ્માર્ટ BRTS સ્ટોપની વાતો ફક્ત ચોપડા પર