પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા શિવમંદિરથી રૂબરૂ કરાવીશું જે પ્રસિદ્ધ અને રહસ્યોથી ભરેલું છે. પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિરમાં નિયમિત મોટી સંખ્યામાં શિવભકતો પુજન-અર્ચન તથા રૂદ્રી પૂજા અને થાળ સહિતના ધર્મમય કાર્યક્રમોમાં જોડાય છે અને સોમવાર તથા સાતમ-આઠમ-નોમ અને તેરસ-ચૌદસ અને અમાસના રોજ ઘીની મહાપુજાના અલભ્ય દર્શન યોજવામાં આવે છે.
મંદિરના સર્વાંગી વિકાસ માટે મંદિરના પુજારી શંભુગર મહારાજ સાથે ટ્રસ્ટીઓ અને શિવભકતો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. આ છે જુના શાહવાડી વિસ્તારમાં આવેલું સોમનાથ મહાદેવ. આ મંદિર 1000 વર્ષ જૂનું છે.