- સ્કૂલ દ્વારા ફી ન ભરનારા વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસવા દેવાયા નહીં
- વાલીઓને જાણ કર્યા વિના જ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા
- જાણ કર્યા વિના વિદ્યાર્થીઓને ઘરે મોકલતા વાલીઓમાં રોષ
- ધોરણ 8ના 30થી વધુ વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢી ઘરે મોકલી દેવામાં આવ્યા
અમદાવાદઃ શહેરના બાપુનગરમાં આવેલી સર્વોદય વિદ્યાલયમાં 8માં ધોરણમાં ભણતા 30થી વધુ વિદ્યાર્થીઓની 7500 રૂપિયા ફી બાકી હતી. જેને પગેલ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસવા દેવામાં આવ્યા નહોતા અને વાલીઓને જાણ કર્યા વિના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વાલીઓએ હોબાળો કરતાં ફી ભરવા માટે 2 મહિનાનો સમય આપ્યો
આ અંગે એક વાલીએ કહ્યું કે, શાળાના સત્તાવાળાઓએ વિદ્યાર્થીને ઘરે મોકલી દીધા હતા જે અંગે તેમને જાણ પણ નહોતી કરી. કેટલાક દિવસથી રોજ બાળકોને પરેશાન કરવામાં આવે છે. જેથી વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. આ અંગે શાળા તરફથી વાલીઓની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ફી ભરવા માટે 2 મહિનાનો સમય આપ્યો હતો. વાલીઓએ બાકી રહેતી ફી 2 મહિના સુધીમાં 7500 રૂપિયા ભરવી પડશે.