અમદાવાદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં Ahmedabad Rape Case રહેતી 8 વર્ષની બાળકી ઉપર પોતાના કુટુંબના જ કાકાએ શૌચાલયમાં લઈ જઈને આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલતા ગ્રામ્ય કોર્ટે Ahmedabad Rural Court ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર કાકાને સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા 20 years rigorous imprisonment ફટકારી છે અને દંડ પણ ફટકાર્યો છે.
શું છે સમગ્ર વિગત આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ ઘટના 7મે 2020 બની હતી. જ્યારે આ બાળકી બપોરના સમયે શૌચાલય પાસે પહોંચી હતી. જ્યાં તેના 20 વર્ષના કુટુંબી કાકા પણ તેની પાછળ પાછળ પહોંચ્યા હતાં. તેણેે પોતાની ભત્રીજીને કાર્ટુન બતાવવાની લાલચ આપી હતી અને ત્યારબાદ તેને તેડીને લઈ જઈને શૌચાલયની અંદર જ પોતાની ભત્રીજી ઉપર દુષ્કર્મ Ahmedabad Rape Case ગુજાર્યું હતું. આ બાબતની જાણ બાળકીએ તેની માતાને કરતાં જ તેની માતાએ કાકા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે તપાસ કરી પોકસો સહિતની કલમ હેઠળ ચાર્જશીટ કરતા આ કેસ ગ્રામ્ય કોર્ટ Ahmedabad Rural Court માં ચલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Surat Rape Case: સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને કોર્ટે આપી મોતની સજા
વકીલે શું કરી હતી દલીલ આ સમગ્ર મામલે સરકારી વકીલે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરીને નામદાર કોર્ટને Ahmedabad Rural Court જણાવ્યું હતું કે આરોપી સામે ખૂબ જ ગંભીર ગુનો છે. આવા સંખ્યાબંધ ગુના આજકાલ સમાજમાં બની રહ્યા છે. જેમાં મોટાભાગના કેસમાં આરોપી નજીકના Rape by Relatives સગાે જ હોય છે અને આ કેસમાં પણ સગાં દ્વારા દુષ્કર્મ Ahmedabad Rape Case થયું છે. 20 વર્ષીય કાકાએ પોતાની હવસ સંતોષવા માટે થઈને 8 વર્ષની ભત્રીજીને શિકાર બનાવી હતી. આ આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે અને દસ્તાવેજી પણ પુરાવા છે. ત્યારે આવા કેસમાં સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે માટે સખતમાં સખત સજા કરવી જોઈએ.
આ પણ વાંચો બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા
ગ્રામ્ય કોર્ટે ફટકારી સજા આ સમગ્ર મામલે Ahmedabad Rape Case ગ્રામ્ય કોર્ટે સંપૂર્ણ સુનાવણી બાદ આરોપીને ગુનેગાર ફેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને દંડ પણ ફટકાર્યો છે. ગ્રામ્ય કોર્ટે Ahmedabad Rural Court પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું છે કે દુષ્કર્મ ગુજાર્યાનો ગુનો પુરવાર થાય ત્યારે દયા ન દાખવી શકાય. ભોગ બનનાર બાળકીએ પોતાના કપડાં પણ ઓળખી બતાવ્યાં છે. આરોપી કાકા Rape by Relatives છે અને તેણે પણ ભોગ બનનાર સહિતના સાક્ષીઓને ઓળખી બતાવ્યા છે. તેથી આ આખો કેસની નિ:શંકપણે પુરવાર થાય છે. ત્યારે આવા ગંભીર કેસમાં દયા ન દાખવી શકાય. સમાજના બીજા લોકો પણ આવું કરતા પહેલાં વિચારે એ માટે આરોપીને 20 years rigorous imprisonment સખત કેદની સજા કરવામાં આવે છે.