અમદાવાદ : અમદાવાદના પોપ્યુલર RJ કૃણાલના પિતાએ આત્મહત્યા (RJ Krunal Father Suicide Case) કેસે ચકચાર મચાવી છે. કૃણાલ પિતાએ આત્મહત્યા કરતા પહેલા જે સુસાઇડ નોટ લખી હતી. તેમાં ત્રણ વ્યક્તિઓના (Murder Case in Ahmedabad) નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવાને લઈને પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આરોપીઓની ધરપકડ થાય એ પહેલા જ તેમણે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે ગ્રામ્ય કોર્ટે ગઈકાલે આગોતરા (Ahmedabad RJ Krunal Case) જામીનને ફગાવી દીધા છે.
આ પણ વાંચો : માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ હત્યા કરનાર અપરાધીને કોર્ટ મંગળવાર આપશે ચુકાદો
શું છે કેસની વિગત - સમગ્ર કેસ બાબતે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા અમદાવાદના જાણીતા રેડિયો જોકી RJ કૃણાલના પિતાએ આત્મહત્યા કરી હતી. જે બાદ પોલીસે આ મુદ્દે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકે લખેલી સુસાઇડ નોટ મળી આવતા પોલીસ તપાસનો ચક્રો ગતિમાન કર્યો હતો. આ સુસાઈડ નોટમાં પ્રવીણ પંચાલ, કવિતા પંચાલ, અને રમેશ પંચાલના નામનો ઉલ્લેખ થયો હતો. મૃતકને માનસિક રીતે હેરાન કરતા હોવાનો પણ દાવો તે સુસાઈડ નોટમાં મળી આવ્યો હતો. જેને લઇને આ ત્રણેય વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને તેમને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવે તે પહેલા જ ત્રણેય શખ્સોએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
આ પણ વાંચો : Kutch Mundra Heroin Case: કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર, રાજ્યને 'ઉડતા ગુજરાત' બનાવવાનું ષડયંત્ર!!!
શું કહ્યું ગ્રામ્ય કોર્ટે - કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવતા કહ્યું હતું કે, શખ્સો વિરુદ્ધ અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. આ ઉપરાંત મૃતક પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પણ ત્રણેય શખ્સોના નામનો ઉલ્લેખ હોવાથી (Ahmedabad Rural Court) આ ગુનામાં હાથ હોવાની સંભાવના છે. ઉપરાંત આ ત્રણેય વ્યક્તિઓ મૃતકને માનસિક ત્રાસ આપતા હોવાની પણ કોર્ટે નોંધ લીધી હતી. તેથી કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી ફગાવવામાં આવી છે. મહત્વનું છે કે આગામી સમયમાં આરોપીઓની (Ahmedabad District Court) ધરપકડ કરવામાં આવી શકે છે.