અમદાવાદઃ શિલજના શાલીન બંગલામાં રહેતા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે પોતાના બંગલામાં આપઘાત કરી લીધો છે. આપઘાતના બનવાની જાણ થતાં બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેમની અંતિમ યાત્રા પણ તેમના નિવાસ સ્થાન ખાતેથી કાઢવામાં આવી હતી, જેમાં કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતા.