અમદાવાદઃ અમદાવાદ શહેરના બોપલ પાસે આવેલા શેલામાં નિવૃત્ત ડીવાયએસપી સી. જે. ભરવાડના પુત્રએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
આ બાબતે બોપલ પોલીસે પરિવારજનની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે. નિવૃત્ત ડીવાએસપી સી.જે. ભરવાડ તેમના પુત્ર સમીર ભરવાડ અને પરિવાર સાથે શેલામાં રહે છે. સી.જે. ભરવાડ કોઈ કામ માટે બહાર ગયાં હતાં ત્યારે તેમનો પુત્ર શિવમ તેમના પરિવાર સાથે ઘરમાં હતો. પરિવાર સાથે મોડી રાત સુધી બેઠો પણ હતો. જે બાદ ત્રણેક વાગ્યાની આસપાસ તેમણે રિવોલ્વરથી આપઘાત કર્યો છે.
શિવમે આર્થિક કારણથી આપઘાત કર્યો હોવાની શક્યતા છે. શિવામની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બોપલ પોલીસે પરિવારની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી છે.