ETV Bharat / city

કોરોનાના નવા 2,338 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 2,338 નોંધાયા છે. અન્ય જિલ્લાઓની સરખામણીએ અમદાવાદમાં 4થી 5 ગણા કેસ નોંધાયા છે.

કોરોનાના નવા 2,338 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે
કોરોનાના નવા 2,338 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે
author img

By

Published : May 18, 2021, 9:09 AM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 7,135 કેસ નોંધાયા
  • અન્ય જિલ્લાઓની સરખામણીમાં અમદાવાદમાં 5 ગણા કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હજી પણ રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 2,338 કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે, અન્ય જિલ્લાઓ અથવા મનપાની સરખામણીએ અમદાવાદમાં 4થી 5 ગણા કેસ નોંધાયા છે. વડોદરાની કરીયે તો કોર્પોરેશન હદમાં આવતા વિસ્તારોમાં 455, જ્યારે સુરત કોર્પોરેશન હદમાં આવતા વિસ્તારોમાં 356 કેસ નોંધાયા છે. એક સમય હતો જ્યાં સુરતમાં સૌથી વધું કેસ પ્રથમ અથવા તો બીજા નંબરે સૌથી વધુ કેસ નોંધાતા હતા. પરંતુ હાલમાં રાજુ કરવામાં આવેલા આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે સુરત ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચોઃ ડાંગમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા, 11 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 633

રાજ્યમાં શુ સ્થિતિ?

અત્યારે રાજ્યમાં કુલ 99,620 એક્ટિવ કેસ છે, જેમાંથી 762 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જ્યારે બાકીના 98,858 દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 12,342 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,50,932 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થવાંનો દર 85.68 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 85 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ તાપી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3718 થઈ

24 કલાકમાં કોરોનાથી 85ના મોત

રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હજી પણ રાજ્યમાં કોરોનાને કારણે મોતનો સિલસિલો યથાવત્ છે. રાજ્યમાં 85 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.