ETV Bharat / city

અમદાવાદના ડોક્ટર્સે AMC સામે ચડાવી બાંયો પણ ભોગ બન્યા દર્દીઓ - AHNA પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી

અમદાવાદ શહેરમાં અહાના (AHNA) હેઠળ આવતા 400 જેટલા ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ આજથી 2 દિવસ હડતાળ પર છે. આ ડોક્ટર્સે સી ફોર્મ રિન્યુઅલ (C Form Renewal) નહીં થવા મુદ્દે અને બીયુ પરમિશનને (BU Permission for Hospitals and Nursing Homes) રદ કરવા માટે ધરણાં પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદના ડોક્ટર્સે સરકાર સામે ચડાવી બાંયો પણ ભોગ બન્યા દર્દીઓ

author img

By

Published : May 14, 2022, 4:12 PM IST

અમદાવાદઃ શહેરમાં આજથી 2 દિવસ ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ હડતાળ (Ahmedabad Doctors Strike) પર છે. ત્યારે શહેરના આશ્રમ રોડ ખાતે વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે અહાના (Ahmedabad Hospitals and Nursing Homes Association AHNA) હેઠળ આવતા 400 જેટલા ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સે આજે (શનિવારે) ધરણા પ્રદર્શન કર્યું હતું. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, સી ફોર્મ રિન્યુઅલ નહીં થવા મુદ્દે અને બીયુ પરમિશનને (BU Permission for Hospitals and Nursing Homes ) રદ કરવાની માગ સાથે ધરણા કરી રહ્યા છે. સાથે જ ડોક્ટર્સે રેલી યોજી વિરોધ (Ahmedabad Private Hospitals Doctors Protest) કર્યો હતો. તો શહેરની તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમમાં આ 2 દિવસ દરમિયાન ઓપીડી સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયા બંધ રહેશે. જોકે, ફક્ત ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે.

ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સનો વિરોધ

ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સનો વિરોધ - શહેરમાં AHNA દ્વારા વિશાળ રેલી અને ધરણાંનું આયોજન કરવામાં (Ahmedabad Doctors Strike) આવ્યું હતું, જેમાં ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ, કર્મચારીઓ, દર્દીઓ સહિત અન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ડોક્ટર્સની હડતાળના કારણે દર્દીઓએ 2 દિવસ થવું પડશે હેરાન

AHNAનું શું કહેવું છે, જાણો - આ અંગે AHNAના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ (AHNA President Dr Bharat Gadhvi) જણાવ્યું હતું કે, સી ફોર્મ રિન્યુઅલ નહીં થવાના કારણે આજે અમદાવાદની 400થી વધુ હોસ્પિટલ બંધ થવાના આરે આવી ગઈ છે. 'સી' ફોર્મ એક એવું રજિસ્ટ્રેશન (C Form for Hospitals and Nursing Homes ) છે કે, જેમાં હોસ્પિટલ, ડોક્ટરના શૈક્ષણિક અને લાયકાતની વિગતો ભરવાની હોય છે, પરંતુ ઓક્ટોબર 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અચાનક જ BU પરમિશન માગતો કાયદો લઈને આવી હતી. તેના કારણે અત્યારે ઘણી બધી હોસ્પિટલ બંધ થઈ છે. જો આવુંને આવું જ રહ્યું તો આગામી સમયમાં 1,500 જેટલા નર્સિંગ હોમ તને હોસ્પિટલો બંધ થઈ જશે.

AHNA હેઠળ આવતી 400 હોસ્પિટલ્સના ડોક્ટર્સે કર્યો વિરોધ

માત્ર અમદાવાદમાં જ આ નિયમ લાગુ - AHNAના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ (AHNA President Dr Bharat Gadhvi) વધુમાં જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદ શહેરમાં જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. વડોદરા, સુરત, જામનગર કે કોઈ પણ અન્ય શહેરમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. તેમ જ માત્ર હોસ્પિટલને લઈને જ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હોટેલ, રેસ્ટોરાં, કપડાં, ટેક્સટાઈલમાં પણ BUનો સમાવેશ થાય છે, પરંતુ તે કોઈને આ નિયમ લાગુ પડતો નથી. માત્ર મેડીસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓની જ નિયમ લાગુ પડે છે. એટલે જો નિયમ લાગુ કરાતો જ હોય તો સૌને એકસમાન લાગુ કરવામાં આવે.

માત્ર અમદાવાદમાં જ આ નિયમ લાગુ
માત્ર અમદાવાદમાં જ આ નિયમ લાગુ

આ પણ વાંચો- Doctors Protest in Gandhinagar: સરકારી તબીબોના વિરોધ પર આરોગ્ય પ્રધાનનું નિવેદન, બોલ્યા- 90 ટકા માંગો સ્વીકારવામાં આવી છે

શા માટે ફોર્મ સી રિન્યુઅલ નથી થઈ રહ્યા - વર્ષ 1949થી વર્ષ 2021 સુધી તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમમાં બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 (Bombay Nursing Home Registration Act 1949) હેઠળ હોસ્પિટલ અને નોંધણી માટે જરૂરી તમામ દસ્તાવેજો આપતા આવ્યા હતા. તેના કારણે હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ (C Form for Hospitals and Nursing Homes) કોઈ પણ સમસ્યા વિના રિન્યુઅલ થઈ જતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, વર્ષ 2021માં બીયુ પરમિશન વિના કોઈ પણ બિલ્ડીંગ્સ ચાલુ નહીં રહે. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓક્ટોબર 2021થી અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડીંગ યૂઝ માગવાનું શરૂ કર્યું હતું. આથી હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ પાસે પરમિશન નથી. એટલે તેમના સી ફોર્મ રિન્યુઅલ નથી થઈ રહ્યા.

આશ્રમ રોડ ખાતે ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો

આ બાબતે AMC શું કહે છે - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ, જે બિલ્ડીંગ યુઝમાં છે અને જેની બીયું પરમિશનના કારણે ગ્રાન્ટ પાસ થયેલી છે. તેવી તમામ હોસ્પિટલ્સને સી ફોર્મ (C Form for Hospitals and Nursing Homes) આપી દેવાયા છે, પરંતુ જે લોકો પાસે બીયુ પરમિશન નથી. તેને અમે આ બાબતે કોઈપણ રીતે સી ફોર્મ રિન્યુઅલ ન કરી શકીએ.

શું છે બીયું પરમિશન? બીયુ પરમિશન એટલે બિલ્ડીંગ યુઝ પરવાનગી (Building Use Permission), જે ઔડા (AUDA) અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જેવી ઑથોરિટી દ્વારા આપવામાં આવે છે. બીયુ નિયમોનો કાયદો એવો કાયદો છે, જેમાં સમયાંતરે ફેરફાર થતાં રહેતા હોય છે.

શા માટે અત્યારે હોસ્પિટલ સામે બીયુ પરમિશન માટે મુશ્કેલી થઈ રહી છે? - વર્ષ 1987માં ઔડા અસ્તિત્વમાં આવ્યું હતું અને 18 may 2002માં રિવાઈઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. તેને લઈને વર્ષ 2003 સુધીમાં જૂના પ્લાન પ્રમાણે હોસ્પિટલ અને નર્સિંગ હોમ ઊભા કરવામાં આવ્યા હતા. તે જ પ્લાન પ્રમાણે રહેઠાણ માટેની સુવિધામાં જ નર્સિંગ હોમ અને નાની હોસ્પિટલ મંજૂર કરવામાં આવતી હતી. જૂના કાયદા પ્રમાણે ચેન્જ ઓફ યૂઝની કોઈ જરૂર હતી નહીં અને તે વખતની હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમમાં બીયુ પરમિશન ઉપર વિશેષ ધ્યાન અપાતું નહતું.

દર્દીઓએ 2 દિવસ થવું પડશે હેરાન - જોકે, વર્ષ 2013માં નવા આવેલા કાયદાના અમલ પ્રમાણે અને સાથે સાથે બનતા આગના બનાવો તેમ જ આવી ઘટનાના કારણે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી હતી. એટલે જે જૂની બિલ્ડીંગ છે. તેમાં બીયુ પરમિશન ન મળવાના કારણે આજે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે, 2 દિવસ ડોક્ટર્સની હડતાળના (Ahmedabad Doctors Strike) કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકોના ઓપરેશન અને પ્લાન કરેલી સર્જરી પણ બંધ રહેતાં દર્દીઓએ ભોગવવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.