ETV Bharat / city

અમદાવાદના પેટ્રોલિયમ ડિલરો કમિશન વધારાને લઈને એક કલાક CNG વેચાણ બંધ રાખશે - Ahmedabad Petrol price hike

અમદાવાદમાં પેટ્રોલિયમ ડિલરો કમિશન વધારાને લઈને એક કલાક માટે CNG વેચાણ બંધ રાખશે. પેટ્રોલ અને ડીઝલ પર ડીલરને અપાતો વધારો છેલ્લા 2017માં થયો હતો. નિયમ અનુસાર દર વર્ષે વધારો આપવામાં આવે છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન માગ પૂરી નહિં થાય ત્યાં સુધી વિરોધ નોંધાવશે.

ં
author img

By

Published : Aug 9, 2021, 11:08 PM IST

  • પેટ્રોલિયમ ડીલરોની કમિશન વધારવા માંગ
  • એક કલાક CNGનું વેચાણ રહેશે બંધ
  • ગ્રાહકોને નહીં પડે કોઈ તકલીફ

અમદાવાદ: દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેને લઈને સમગ્ર જનતા હેરાન-પરેશાન છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ડીલરો દ્વારા પોતાના કમિશનમાં વધારો કરવાની માગ કરવામાં આવી છે.

છેલ્લે 2017માં કમિશન વધાર્યું હતું

પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે ETV Bharatને જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર ડીલરને અપાતો વધારો છેલ્લા 2017માં થયો હતો. નિયમ અનુસાર દર વર્ષે વધારો આપવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષથી વધારો અપાયો નથી. CNGનું કમિશન પણ બે વર્ષથી વધ્યું નથી. આ મુદ્દે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી. આથી એસોસિએશને નક્કી કર્યું છે કે, 12 ઓગસ્ટ-ગુરુવારના રોજ ડિલર્સ પેટ્રોલ-ડીઝલ ખરીદશે નહીં અને બપોરે 1-2 એમ એક કલાક CNGનું વેચાણ પણ બંધ કરાશે. આમ તેઓ ગુજરાતમાં વિરોધ નોંધાવાશે.

અઠવાડિયામાં એક વખત પેટ્રોલિયમ પ્રોડક્ટની ખરીદી બંધ

જ્યાં સુધી પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની માગ પુરી નહીં થાય, ત્યાં સુધી તેઓ દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલ ખરીદશે નહીં. એક કલાક CNGનું વેચાણ બંધ રાખશે. પરંતું ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલુ રાખશે. આમ કરવાથી સરકાર તેમની વાત સાંભળશે તેવી તેમને આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.