અમદાવાદઃ અમદાવાદમાં ખૂબ જ ભારે વરસાદને (Ahmedabad Rainfall) કારણે સામાન્ય જન જીવનને માઠી અસર પહોંચી છે. રવિવારે સાંજથી પલટાયેલા વાતાવરણમાં એકાએક વરસાદે પાણી વરસાવતા અનેક વિસ્તારો જળમગ્ન (Waterlogged in Ahmedabad Area) થઈ ગયા હતા. જેમાં અનેક લોકોના સામાનને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે અમદાવાદના અંડરપાસમાં (Parimal Garden Underpass Ahmedabad) પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને હવે યોગ્ય સાફસફાઈ (Cleaning Movement by AMC) સાથે ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. વરસાદે થોડો વિરામ લેતા કોર્પોરેશન તરફથી યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વલસાડ જળબંબાકાર : આકાશી ભયાનક દ્રશ્યો આવ્યા સામે, VIDEO
પરિમલ અંડરપાસમાં સાફસફાઈઃ અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક આવેલા પરિમલ અંડરપાસમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનોને અવરજવર થવામાં મુશ્કેલી પડી હતી. સોમવારે વરસાદ રોકાઈ જતા તંત્ર એ પરિમલ અંડરપાસની સાફસફાઈનું અભિયાન શરૂ કર્યું હતું. અમદાવાદ તંત્રના સુપરવાઇઝર નિખિલભાઇએ જણાવ્યું હતું કે અમદાવાદમાં સતત બે દિવસથી વરસાદ ચાલું છે. જેના કારણે વહેતા પાણીની સાથે અંડરપાસમાં ઘણોબધો કચરો જમા થઈ ગયો છે. આ સમગ્ર કચરો પરિમલ અંડરપાસમાં ભેગો થતા ત્યાં ખૂબ જ પાણી ભરાયું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ
સુરક્ષા હેતું બંધ કરાયોઃ લોકોની સુરક્ષા હેતું આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. સોમવારે વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે કોર્પોરેશનની ટીમે સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. સોમવારે સાંજ સુધીમાં આ અંડરપાસ શરૂ કરી દેવાતા લોકોને રાહત થઈ હતી. આ રૂટ પર ફરી આવ-જા શરૂ કરી દેવાઈ હતી. જોકે, અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા બધા કોર્મશ્યિલ કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ભરાવવાને કારણે વાહનોને નુકસાન થયું છે.