ETV Bharat / city

અમદાવાદ:બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, અત્યાર સુધી કુલ 7 ફરિયાદ નોંધાઇ

પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ 7 ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. મહત્વનું છે કે થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ:બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, અત્યાર સુધી કુલ 7 ફરિયાદ નોંધાઇ
અમદાવાદ:બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, અત્યાર સુધી કુલ 7 ફરિયાદ નોંધાઇ
author img

By

Published : Dec 22, 2020, 8:14 PM IST

  • પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
  • જમીન પચાવી પાડવા મામલે નોધાઇ ફરિયાદ
  • અત્યાર સુધી કુલ 7 ફરિયાદ નોંધાઇ
  • શા માટે વધુ એક ફરિયાદ નોધાઇ?

    અમદાવાદઃ બિલ્ડર રમણ પટેલ સહિત સાત શખ્સોએ છેતરપિંડીથી જમીન મેળવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફરિયાદીના વારસામાં મળેલી જમીનને રેવન્યુ રેકોર્ડમાંથી ગાયબ કરી અન્ય સંસ્થાને નામે આ જમીન ચડાવી દેવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. બાદમાં જમીન પર સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે ચડાવી દેવામાં આવી હતી. ફરિયાદી ખોડાજી ઠાકોરને પોતાની જમીનમાં ખેતી નહીં કરી શકતા રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામ અને હકો અંગે તપાસ કરાવતાં સમગ્ર હકીકતની જાણ થઇ હતી અને પોતે રેવન્યુ રેકોર્ડમાં કબજેદાર ન હોવાનું માલુમ પડયા બાદ કાયદાના જાણકાર પાસેથી હકીકત કઢાવતાં તેમની જમીનના હકદાર મેં. પઢાર એન્ડ કંપનીના ભાગીદારો દ્વારા વેચાણ ઉપર આપેલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ આ જમીનને સોમેશ્વર દર્શન સરકારી ખેતી મંડળીના નામે કરાઈ હોવાનું સામે આવ્યું. જેને પગલે ખોટી માહિતી અને નામ દાખલ કરાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    જમીન પચાવી પાડવા મામલે નોધાઇ ફરિયાદ

  • વધુ એક ફરિયાદના પગલે ધરપકડની તૈયારી

હાલ બિલ્ડર રમણ પટેલ અન્ય એક ગુનામાં જ્યુડીશિયલ કસ્ટડીમાં છે ત્યારે હવે વધુ એક ફરિયાદ નોધતા આ મામલે પણ પુરાવા એકત્ર કરીને તેમની ધરપકડ કરવા માટે સોલા પોલીસ તજવીજ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.