અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મોટાભાગના સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ફોન અને મેસેજ કરી ફી અંગેની ઉઘરાણી કરવામાં આવતી હતી. જેને લઈ સરકાર અને તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને તેવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ લૉક ડાઉનની વિપરિત પરિસ્થિતિમાં ધંધોરોજગાર ઠપ થઈ ગયાં હતાં.
છેલ્લાં 3 મહિનાઓથી બજારો બંધ હોવાથી લોકો પાસે રૂપિયાની ખોટ વર્તાઈ રહી છે. તેવામાં હવે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ફી અંગે નિર્ણય લેવામાં આવે સાથે જ 3 મહિનાની ફી માફી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.