ETV Bharat / city

વેક્સિન લો અને એક લીટર ખાદ્ય તેલ ફ્રી મેળવો : AMC

અમદાવાદ શહેરમાં 68 લાખથી વધુ વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 100 ટકા વેક્સિનેશન(corona vaccine)નો ટાર્ગેટ પણ સેટ કર્યો છે. જે પૂર્ણ કરવા માટે અલગ અલગ સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે.

વેકસીન લો અને એક લીટર ખાદ્ય તેલ ફ્રી મેળવો

author img

By

Published : Oct 10, 2021, 7:13 PM IST

  • અમદાવાદમાં 100 ટકા વેકસીનેશનનું AMCનું લક્ષ્ય
  • ગરીબ વિસ્તારોમાં ઘરે જઈને રસી અને એક લીટર ખાદ્યતેલનું પાઉચ અપાય છે
  • વેકસીનેશન માટે આવો પ્રયત્ન કરનાર AMC દેશમાં પ્રથમ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સમગ્ર દેશમાં વેક્સિનેશન(corona vaccine)ની ઝુંબેશ શરૂ કરાઇ હતી. તે આખો દિવસ વેક્સિનેશન ચાલુ રહ્યું હતુ. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને અમદાવાદમાં મ્યુનિસિપલ અધિકારીઓ સાથ બેઠક કરી ત્યારે તેમને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તરમાં 100 ટકા વેકસીનેશનનું ટાર્ગેટ આપ્યું હતું.

AMCની વેક્સિનેશનને લઈને વ્યાપક ઝુંબેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જગ્યાઓમાં વેક્સિન વગર નો એન્ટ્રીનો નિયમ લાગુ કરાયો છે. ઉપરાંત હવે લોકોને વેક્સિન આપવા જાહેર જગ્યાએ કેમ્પ પણ યોજાય છે. સ્લમ વિસ્તારમાં કે જ્યાં વેક્સિનેશન નથી થયું ત્યાં વેક્સિન લેવા લોકોને આકર્ષવા માટે વેક્સિને લેનાર વ્યક્તિને ખાદ્યતેલનું 1 લીટરનું પાઉચ ફ્રી અપાય છે. ઉપરાંત આજના દિવસે વેક્સિને લેનાર વ્યકતીઓ પૈકી 25 વ્યક્તિઓ લકી ડ્રો મારફતે મોબાઈલ જીતે તેવી સ્કીમ પણ જાહેર કરી છે. આવું કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની પ્રથમ લોકલ બોડી હશે.

અમદાવાદમાં કેટલું વેક્સિનેશન
અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 68 લાખથી વધુ વ્યક્તિને વેક્સિન અપાઈ ચુકી છે. જેમાં 45 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. આમ અમદાવાદ શહેરમા 98 ટકાથી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવ્યાંગ તેમજ 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે જઈને વેક્સિન આપવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. તેના કારણે હવે વેક્સિન લેવા માટે પહેલાં જેટલી લાઈનો પણ અર્બન હેલ્થ સેન્ટર પર જોવા મળતી નથી.

સામાજિક સંસ્થાની મદદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 9 તારીખના રોજ સામાજિક સંસ્થાની મદદથી સ્લમ વિસ્તારોમાં રસી લેનારાઓને 10,000 ખાદ્યતેલના પાઉંચની વહેંચણી કરાઈ હતી. જે આજે દિવસે 20,000 પાઉંચની વહેચણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના દિવસે રસી લેનાર નાગરિકોમાં લકી ડ્રો દ્વારા 25 નાગરિકોને 10,000 રૂપિયા સુધીના મોબાઈલ ગિફ્ટ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.