અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં બનાવેલા BRTSના ટ્રેકને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. શહેરના રાયખડ વિસ્તારની આ ઘટનામાં BRTSની લેનમાં ઘુસેલી ગાડીએ સ્વિંગ ગેટ પણ તોડી નાખ્યો હતો. જે વીડિયો મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ શેર કર્યો હતો.
આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ટ્રાફિક નોર્મલ જ હતો, ત્યારે સફેદ રંગની એક કાર BRTSની લેનમાં ઘુસી હતી. બેફામ ચાલી રહેલી આ કાર રોંગ સાઇડમાં આવી જતાં બંધ થઇ રહેલા RFID સ્વિંગ ગેટને પણ અડફેટે લઇ તોડી નાખ્યો હતો. જેને લઇને આ કાર ચાલકને 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
