- જુના 19 વિસ્તારો યાદીમાંથી બહાર
- જોધપુરમાં સ્થિતી વકરી
- જોધપુરની સોસાયટીમાં વધુ લોકો કંટેઇન્મેન્ટ કરાયા
અમદાવાદ: જોધપુર વિસ્તારમાં આવેલા નૂપુર ટાવરમાં અને સફલ પરિવેશમાં વધુ કેસ નોંધાતા મનપાએ કંટેઇન્મેન્ટ કરવા પડ્યા છે. મહત્વનું છે કે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વિસ્તારમાં નૂપુર ટાવરમાં સૌથી વધુ લોકોને યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ જોધપુર વિસ્તારમાં જ આવેલા સફલ પરિવેશના 145 લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાલની એલિગન્સ નામની સોસાયટીમાં 128 લોકોને આ યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી નવા સાત વિસ્તારોને યાદીમાં શામેલ કરાયા છે, જ્યારે સાત વિસ્તારોને યાદીમાંથી બહાર પણ કઢાયા છે.
આ પણ વાંચો:અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 35 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા
કેટલાક વિસ્તારો યાદીમાંથી બહાર
17 એપ્રિલે મનપાએ 19 વિસ્તારોને કન્ટેનમેન્ટની યાદીમાંથી બહાર કાઢ્યા છે. પૂર્વ વિસ્તારમાં 7 નવા વિસ્તારોને કંટેઇન્મેન્ટની યાદીમાં જાહેર કરાયાની સાથે સાત જૂના વિસ્તારોને યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે દક્ષિણ ઝોનમાં ત્રણ વિસ્તારો, ઉત્તર ઝોનમાં એક, દક્ષિણ-પશ્ચિમમાં 2, ઉત્તર પશ્ચિમમાં પાંચ અને પશ્ચિમ ઝોનમાં આઠ નવા વિસ્તારોને શામેલ કરવામાં આવ્યા છે