અમદાવાદ : રાજ્યમાં અવારનવાર ખાણીપીણી વસ્તુમાં જીવજંતુઓ જોવા મળતા કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યાંક હોટલ તો ક્યાંક ફુટપાથ પર ધંધો કરતા ખાણીપીણીના વ્યવસાય કરતા માલિક અથવા કામ કરતા કર્મીઓની બેદરકારીના (AMC Action Against McDonald) કારણે અવારનવાર ખાધ વસ્તુમાં જીવજંતુ જોવા મળતા હોય છે, ત્યારે અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના આવેલા મેકડોનાલ્ડના કોલ્ડરીંગમાં (McDonald Cold Drinks Lizard) ગરોળી નીકળ્યાના સમાચાર સામે આવતા ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : સિદ્ધપુરમાં કાત્યોકના મેળાની અસમંજસ વચ્ચે સરસ્વતી નદીના તટમાં તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
1 લાખનો દંડ કરવામાં આવ્યો - અમદાવાદ કોર્પોરેશનમાં ફરિયાદ આવેલી કે સાયન્સ સીટી વિસ્તારના મેકડોનાલ્ડ કોલ્ડરીંગમાં (McDonald Cold Drinks) ગરોળી નીકળી હતી. તે ફરિયાદને આધારે કોર્પોરેશના હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન તે વાતને સાબિત થતા તે દુકાનને સીલ મારવામાં આવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા મેકડોનાલ્ડને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જે રકમ પણ ભરી દેવામાં આવી છે. સાથે બે દિવસ તેને સાફ સફાઈ અને ત્યાર બાદ કોર્પોરેશન (McDonald Cold Drinks Lizard AMC) દ્વારા ફરી ચેકીંગ કરવામાં આવશે. પછી જ તે પોતાનો સ્ટોર ચાલવી શકશે.
આ પણ વાંચો : ભુજ હાટ ખાતે સ્વદેશી ઉત્પાદનોના મેળાનું આયોજન, કઠોળ, ઘી, કાચી ઘાણીનું તેલ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું વેંચાણ
અંકુર મીઠામાંથી ધૂળ નીકળ્યાની ફરિયાદ - કોર્પોરેશને એક મહિના (Ahmedabad McDonald) પહેલા અંકુર મીઠાના પેકેટમાં ધૂળ અને કાંકરા નીકળ્યાની ફરિયાદ આવી હતી. જે અંતર્ગત ફૂડના અધિકરી દ્વારા પણ તપાસ કરવામાં આવી છે .જેમાં તેના રિટેલર અને વેપારી પાસેથી નમૂના પેકેટ લઈ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખાણીપીણી જગ્યા પર સાફ સફાઈ જરૂરી છે. પરંતુ, ક્યારે કામદારોનું ધ્યાન અથવા બેદરકારીના (Lizard at McDonald in Ahmedabad) હિસાબે આ પ્રકાર ઘટના સર્જાતા બિમારી સાથે ભયનો માહોલ પણ સર્જાય છે.