ETV Bharat / city

અમદાવાદઃ 5 વર્ષ પૂર્ણ થયાં છતાં કાયમી ન કરાતાં લેબ ટેકનિશિયનનો વિરોધ - સિવિલ

કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ અને પેરામેડીક સ્ટાફ તો ફરજ બજાવી રહ્યાં છે. એ સાથે રાજયની હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા સ્ટાફે તેમના પ્રશ્નોની રજૂઆત સાથે વિરોધ કર્યો છે.

અમદાવાદઃ 5 વર્ષ પૂર્ણ થયાં છતાં કાયમી ન કરાતાં લેબ ટેકનિશિયનનો વિરોધ

author img

By

Published : Jun 18, 2020, 1:21 PM IST

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં આવેલ 6 મેડિકલ કોલેજ, PHC, CHC ના લેબોરેટરી ટેક્નિશયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલમાં આવેલ બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં લેબ ટેક્નિશયનના કેટલાક કર્મચારીઓએ તેમની રજૂઆત સાથે વિરોધ કર્યો હતો..

અમદાવાદઃ 5 વર્ષ પૂર્ણ થયાં છતાં કાયમી ન કરાતાં લેબ ટેકનિશિયનનો વિરોધ
લેબ ટેક્નિશયન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખીને પોસ્ટર હાથમાં રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓને ભરતી મુજબ 5 વર્ષ પૂર્ણ થયાં બાદ તેમને કાયમી કરવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષોની ફરજ બજાવ્યાં છતાં તેમના હકનું આપવામાં થતાં ઠાગાઠૈયાંથી હતાશ થઈને તેઓને કાયમી કરવાની માગણી ઊઠી છે.હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે કામ ન અટકે તે રીતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ ગાંધીનગર ન જઈ શકતાં હોવાથી પોતાની ફરજ પરના સ્થળે જ વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.