ETV Bharat / city

આ રીતે નીકળશે રથયાત્રા, જાણો શું છે રોડ મેપ - અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2022

ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રાને (Jagannath Rathyatra 2022) સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. રથયાત્રા ક્યાં સ્થળેથી કેટલા વાગે પસાર થશે તેનું પુરેપુરૂ (Jagannath Rathyatra Time Table) ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રાને દેશના વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Jagannath Rathyatra 2022 : શહેરમાં ક્યાં માર્ગ પરથી કેટલા વાગે નીકળશે રથયાત્રા જાણો

author img

By

Published : Jun 27, 2022, 3:06 PM IST

અમદાવાદ : ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ (Jagannath Rathyatra 2022) શહેરમાં 22 કિમી રૂટ પરથી પસાર થાય છે. ત્યારે આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે. મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી. જેને લઇને શહેરમાં ક્યાં રૂટ પર કેટલા વાગે રથયાત્રા નીકળશે તેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

શહેરમાં ક્યાં માર્ગ પરથી કેટલા વાગે નીકળશે રથયાત્રા જાણો

ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે - બે વર્ષ ભાગનાં જગન્નાથની (Jagannath Rathyatra Route) રથયાત્રા નીકળી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી આવશે. રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, 3 બેન્ડબાજા, ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી વધારે ખલાસીઓ હજાર રહેશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી અંદાજિત 2000થી વધુ સાધુ સંતો હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

હજારો કિલો પ્રસાદ વહેંચવામાં આવશે - રથયાત્રાના સમગ્ર રૂટમાં ભક્તોનો 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ કિલો ઉપેર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે. સાથે ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે. ભગવાન જગન્નાથ રથયાત્રા બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં 29 તારીખના રોજ સવારે 8 વાગે ગર્ભ ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. સવારે 11 વાગે સંતોનું સન્માન કરવામાં આવશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. 30 તારીખે ગાજરાજોનું પૂજન રથોની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. ત્યારબાદ શહેર શાંતિ સમિતિની મુલાકાત કરવામાં આવશે.

આ પણ વાંચો : Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

આ રૂટ પરથી પસાર થશે રથયાત્રા - સમયપત્રકની (Jagannath Rathyatra 2022) વાત કરવી તો, ભગવાન જગન્નાથ નગરચર્યાએ સવારે 7.05 કલાકે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. 9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. 945 રાયપુર ચકલા, 10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા, 11.15 કાલુપુર સર્કલ, 12 વાગે સરસપુર, 1.30 સરસપુરથી પરત નીકળશે. બપોર 2 વાગે કાલુપુર સર્કલ, 2.30 કલાકે પ્રેમ દરવાજા, 3.15 દિલ્હી ચકલા, 3.45 શાહપૂર દરવાજા, 4.30 આર.સી.હાઈસ્કૂલ, 5 વાગે ઘી કાંટા, 5.45 પાનકોર નાકા, 6.30 માણેક ચોક, અને 8 વાગે નીજ મંદિર પરત ફરશે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા

વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું - ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ આ ભવ્ય (Jagannath Rathyatra Time Table) આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના લોકો તેમજ અન્ય રાજ્ય, દેશમાંથી મોટી સંખ્યા ભક્તો રથયાત્રાનો લ્હાવો લેશે, ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જ્યારે દેશ ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રાના વહેલી સવારે 4 વાગે મંગળા આરતીનો લાભ લેવા હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.