મળતી માહિતી પ્રમાણે રાણીપ વિસ્તારમાં એક મહિલા રહે છે અને તે આસપાસનાં મકાનમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે, મહિલાને સગીર વયની દીકરી છે, જે ધોરણ 7માં અભ્યાસ કરે છે. ત્યારે મહિલાનાં કાકાનો દિકરો છેલ્લાં એક વર્ષથી મહિલા સાથે એક જ ઘરમાં રહેતો હતો અને વાસણાં વિસ્તારમાં મજૂરી કરતો હતો.
મહિલાના ભાઈ અને ભોગ બનનાર સગીરાના કુટુંબી મામાએ સગીરાની એકલતાનો લાભ લઇને તેના જ ઘરમાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. સગીરા પર શક થતા માતાએ હોસ્પિટલમાં તપાસ કરાવી જેમાં જાણવા મળ્યું હતું કે સગીરાને 21 સપ્તાહનો ગર્ભ છે. જેથી માતાએ સગીરાને આ બાબતે પુછતા તેનાં કુટુંબી મામા ભગા ખડેરાએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
આ મામલે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી 3 મહિનાથી બનાસકાંઠા ખાતેના ઘરે જતો રહ્યો હતો. પોલીસે બનાસકાંઠા ખાતેથી આરોપીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમાજ કઈ દિશા પકડી રહ્યો છે, તે સમજવુ ખરેખર મુશ્કેલ બની રહ્યું છે. અવાર-નવાર સમાજને લાંછનરૂપ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં બાપ-દિકરી, કાકા-ભત્રીજી, ભાઈ-બહેનના જેવા સંબંધોની વ્યાખ્યાને ઠેસ પહોંચાડે તેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે તેમાં વધુ એક કિસ્સો ઉમેરાતા મામાનો ભાણી પર દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો છે. ત્યારે આવી ઘટનામાં મામા-ભાણીના સંબંધ સાથે માવતર પણ શર્મશાર થાય છે, જેમાં એકતરફ પોતાના કુખની દિકરી સાથે દુષ્કર્મ થાય છે. તો સામે આરોપી તરીકે પોતાના ભાઈને જ જૂએ છે. હવે તો સમાજને કલંકિત કરતા લોકોએ જાતે જ આ અંગે વિચાર કરી દિશા બદલવી રહી.