ETV Bharat / city

અમદાવાદ: લોકડાઉનમાં 1100 લોકોને સસ્તા ભાવે વસ્તુ આપવાની લાલચ આપી છેતર્યા

author img

By

Published : Aug 9, 2020, 4:05 PM IST

લોકડાઉનમાં લોકો લાંબો સમય ઘરે બેઠા હતા તે દરમિયાન લોકોએ મોબાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો હતો, તેમજ અનેક લોકો સાથે ઓનલાઈન ઠગાઈ પણ થઈ હતી. ત્યારે અમદાવાદમાં સોલા પોલીસે 1100 લોકો સાથે લોકડાઉનમાં છેતરપિંડી કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે.

cheap-prices
અમદાવાદ: લોકડાઉનમાં 1100 લોકોને સસ્તા ભાવે વસ્તુ આપવાની લાલચ આપી છેતર્યા

અમદાવાદઃ લોકડાઉનમાં લોકો લાંબો સમય ઘરે બેઠા હતા તે દરમિયાન લોકોએ મોબાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો હતો, તેમજ અનેક લોકો સાથે ઓનલાઈન ઠગાઈ પણ થઈ હતી. ત્યારે અમદાવાદમાં સોલા પોલીસે 1100 લોકો સાથે લોકડાઉનમાં છેતરપિંડી કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે.

સોલા પોલીસને માહિતી મળી હતી કે ચંદલોડિયા વિશ્વકર્મા મંદિર પાસે પાર્લર પર 3 યુવાનો ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે, જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી, ત્યારબાદ તેમની પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, ટેલિગ્રામ નામની એપ્લિકેશન પર ચેનલ બનાવી તેમાં પ્રમોટર દ્વારા જાહેરાત મુકાવતા હતા. લોભામણી જાહેરાત જોઈને કોઈ ક્લિક કરે તો સીધુ આરોપી સાથે ચેટ કરી શકાતું હતું, જેથી આરોપી ભોગ બનનારને મોબાઈલ, લેપટોપ, LED જેવી વસ્તુઓ સસ્તા ભાવે આપવાનું કહેતા હતા, જેમાં કસ્ટમનો માલ છે તેવું પણ જણાવતા હતા અને ભોગ બનનારને વિશ્વાસમાં લઈને 50 ટકા પેમેન્ટ મંગાવી લેતા હતા. એક વાર પેમેન્ટ મળી ગયા બાદ ભોગ બનનારનો ફોન નંબર બ્લોક કરી દેતા હતા. જે બાદ સામે વાળી વ્યક્તિને જાણ થતી હતી કે તેની સાથે છેતરપીંડી થઇ છે.

અમદાવાદ કે ગુજરાતમાં જ નહી પરંતુ આ આરોપીઓએ સમગ્ર દેશમાં કુલ 1100 લોકોને ભોગ બનાવ્યા છે. આરોપીઓ પૈસા મેળવવા QR કોડ મોકલતા હતા અને બાદમાં ગૂગલ પે, ફોન પે, કે પેટીએમ દ્વારા રકમ મેળવી લેતા હતા.

સોલા પોલીસે અનિષ જોશી, વિશાલ શર્મા અને ધ્રુવ હિંગોલ નામમાં 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ અત્યાર સુધી 18 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.