અમદાવાદ- અમદાવાદ શહેરમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હિટ એન્ડ રનના કેસનો આંકડો પણ હદ વટાવી રહ્યો છે. શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે (Ahmedabad Hit and Run case) લીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત (Accidental Death in Ahmedabad) નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં (Accident CCTV footage of Vastral hit and Run) કેદ થઈ છે. આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે અમદાવાદ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Ahmedabad I Division Traffic Police ) ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અંધારામાં ડ્રાઈવરે પરિવારની માથે ચડાવી દીધી ટ્રક, 3 વર્ષના ભૂલકાનો લિધો ભોગ
ઘટનાસ્થળે જ મોત થયું એવી ટક્કર મારી - અમદાવાદમાં હિટ એન્ડ રનની આ ઘટનામાં (Ahmedabad Hit and Run case) ગંભીર ઈજા પામેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન (Accidental Death in Ahmedabad) થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ વિસ્તારની જનતાએ બેફામ વાહન હંકારતા ડ્રાઈવરને પકડી પાડવા તથા તેની સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ પણ વાંચોઃ હિટ એન્ડ રન: જેતપુરમાં બેકાબૂ કારે ફૂટપાથ પર બેસેલા બે યુવાનને અડફેટે લેતા કાળનો કોળિયો બન્યાં
પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી -ત્યારે બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. વારંવાર થતા અકસ્માતને લઈને લોકો પરેશાન છે અને સાથે જ આ માટે ખાસ પગલા લેવાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળે છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓમાં (Ahmedabad Hit and Run case)નિર્દોષ લોકોના મોત થવાના કારણે હવે લોકોમાં પણ રોષ ફેલાયો છે. હાલમાં આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા કાર ચાલક (Accidental Death in Ahmedabad) સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Ahmedabad I Division Traffic Police ) ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.