ETV Bharat / city

ભાવનગર 44.2 ડિગ્રીએ સૌથી હોટ, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાનના પારો ઉંચકાયો - ahmedabad heat wave

રાજસ્થાન બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધુ ઊંચકાયો છે. ગુજરાતમાં આજે ભાવનગર સૌથી વધુ હોટ રહ્યું હતું, એક બાજુ કોરોના વાઇરસનો ગભરાટ અને બીજી તરફ તાપમાનનો પારો ઉંચે ગયો છે. હજુ બે દિવસ ગુજરાતમાં હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ahmedabad heat wave
અમદાવાદ - ભાવનગર 44.2 ડિગ્રી સૌથી વધુ હોટ
author img

By

Published : May 28, 2020, 9:33 PM IST

Updated : May 29, 2020, 11:44 AM IST

અમદાવાદ: રાજસ્થાન બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધુ ઊંચકાયો છે. ગુજરાતમાં આજે ભાવનગર સૌથી વધુ હોટ રહ્યું હતું, એક બાજુ કોરોના વાઈરસનો ગભરાટ અને બીજી તરફ તાપમાનનો પારો ઉંચે ગયો છે. હજુ બે દિવસ ગુજરાતમાં હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન હીટવેવ રહેશે. જો કે, ત્યાર બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 મે પછી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. જેથી ગરમીમાં સામાન્ય રાહત મળશે.

આજે ભાવનગર 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું, ત્યાર બાદ અમદાવાદ 43.2 ડિગ્રી અને ગાંધીનગર 43 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યાં હતા. રાજકોટ 42.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.1 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર 41.9 ડિગ્રી, ડીસા 41.8 ડિગ્રી, કંડલા 41.4 ડિગ્રી અને અમરેલી 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાન પણ વધ્યું હતું. જેથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ હતું.

Last Updated : May 29, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.