અમદાવાદ: આ વખતે વધુ ખર્ચ ના કરવો પડે તે હેતુસર જે તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી (CM Modi) દ્વારા ઉદ્ઘાટન થતું હતું, એવો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે સ્થગિત રાખવામાં આવ્યો છે. કારણ કે, તેનું બીજું કારણ એ છે કે, તેમાં ફલાવર શોની જેમ ટીકીટ નથી હોતી. જેથી જ્યાં ફાયદો દેખાય છે તે પ્રકારના આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે સ્ટોલની પણ હરાજી કરવામાં આવી રહી છે. આ વખતે લોકોને આકર્ષવા માટે (Health and sport theme flower show) થીમ પ્રમાણેની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી રહી છે.
રૂ. 50 સુધી ટિકિટના ભાવ વધે તેવી શકયતા
એક બાજુ ફ્લાવર-શો (Ahmedabad Flower Show 2022)નું આયોજન થઈ રહ્યું છે, તો બીજી બાજુ કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવામાં વિલંબ કરી રહ્યું છે અને ફંડ ના હોવાનો દાવો પણ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ફ્લાવર શો જેવા આયોજન થકી પ્રજા પાસેથી ટિકિટના વધુ દર નક્કી કરી (Ticket rates go up in Ahmedabad Flower Show) રૂપિયા ખંખેરવાની ફિરાકમાં છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર-શો સૌથી વધુ પોપ્યુલર છે, જેમાં ગત વખતે અંદાજિત 10 લાખ જેટલા મુલાકાતીએ મુલાકાત લીધી હતી. ત્યારે ટિકિટના દર રૂ. 20 અને રૂ. 30 ચાલતા હતા જેથી લોકોના રિસ્પોન્સને જોઈને ટિકિટના ભાવ વધારવામાં આવે તેવી શકયતા છે. લોકો પણ આ ફલાવત-શોની અચૂક લેતા હોય છે, જેથી રૂ.20નો વધારો થાય તેવી શક્યતા છે. એટલે કે, રૂ. 50 સુધી ટિકિટના ભાવ વધે તેવી શકયતા છે.
સ્ટોલ માટે આગામી સમયમાં હરાજી થશે
ફ્લાવર શોની અંદર નર્સરી સાથે જોડાયેલા લોકોના સ્ટોલ મુકવામાં આવતા હોય છે. ગત વખતે સ્ટોલ મુકાયા હતા તેમની પાસેથી રૂપિયા 30 હજાર જેટલું અંદાજિત ભાડું લેવામાં આવતું હતું. ત્યારે મળતી માહિતી મુજબ આ વખતે હરાજી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં હરાજી માટે જાહેરાત કરવામાં આવશે. જેની વધુ હરાજી થશે તેને સ્ટોલ આપવામાં આવશે પરંતુ સ્ટોલ ધારકોમાં એ પણ ભીતિ છે કે, ગત વર્ષે કોરોનાના કારણે રિવરફ્રન્ટ પર ફલાવર-શો થઇ શક્યો નહોતો, પરંતુ આ વખતે પણ કોરોનાના કારણે લોકો મોટી સંખ્યામાં આવશે કે નહીં તેને લઈને પણ તેઓ અસમંજસમાં છે.
ફૂલોની પ્રતિકૃતિરૂપ સ્ટેથીસ્કોપ, નર્સની પ્રતિકૃતિ
આ અંગે વધુમાં જણાવતા એએમસી પાર્ક અને ગાર્ડનના ડિરેક્ટર જીગ્નેશ પટેલે કહ્યું કે, "ફ્લાવર શોમાં જુદી જુદી પ્રતિકૃતિઓ દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે, ત્યારે આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખી હેલ્થની થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓલમ્પિકમાં ભારતે કરેલા સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખી સ્પોર્ટની થીમ પર પણ જુદી જુદી ફૂલોની પ્રતિકૃતિઓ લાગેલી જોવા મળશે. જેમાં સ્ટેથીસ્કોપ, નર્સ વગેરેની ફૂલોની પ્રતિકૃતિઓ જોવા મળશે. આ ઉપરાંત જે તે સ્પોર્ટ્સમાં મેડલ મેળવ્યા છે તે સ્પોટની પ્રતિકૃતિઓ પણ અહીં બનાવવામાં આવશે."
આયુર્વેદિક અને મેડિસિનલ છોડના પ્લાન્ટ
તેમણે વધુમાં જણાવ્યું કે," દેશ અને વિદેશમાં જોવા મળતા ફૂલોના રોપાઓની જુદી જુદી જાતો ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 150 જેટલી મુખ્ય જાતો અને 750 જેટલી પેટા જાતોના ફૂલોના છોડ ફ્લાવર-શોની અંદર મુકવામાં આવશે. લગભગ 7 લાખ જેટલા છોડ ફ્લાવર શોની અંદર જોવા મળશે. દેશ અને વિદેશમાં જોવા મળતાં તેમજ સાલવીયા, ટીટુનીયા જેવી જાતના ભાગ્યે જ જોવા મળતા રોપાઓ પણ ફ્લાવર-શોમાં મુકાશે.
આ પણ વાંચો: Ahmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ